બાપુજી ની તપાસ કરવા માટે ઘરે આવેલા ડોક્ટર જતા જતા બાપુજી ના દીકરા કમલેશભાઈ ને કહ્યું કે હવે બાપુજી ની તબિયત વધારે બગડતી જાય છે અને ઉંમર પણ નેવું વર્ષની છે. અને ગઢપણ ની કોઈ દવા નથી હોતી. હવે તમે તેની સેવા કરો અને તેને ખુશ રાખો તેનાથી મોટી કોઈ દવા નથી જતા જતા ડોક્ટર બોલ્યા.
ત્યારે કમલેશભાઈ એ ડોક્ટર ને કહ્યું કે વિજ્ઞાન આટલું બધું આગળ નીકળી ગયું છે તો કોઈ તો રસ્તો હશે ને ?એટલે ડોક્ટરે કહ્યું કે હું મારા તરફથી પ્રાર્થના કરીશ અને તમે બાપુજી ને ખુશ રાખો અને તેનાથી વધારે કોઈ દવા નથી તેમને જે પસંદ હોય તે વસ્તુ બનાવી અને જમાડો અને વધુ માં વધુ સેવા કરો.
આટલું બોલતા ડોક્ટર તેની બેગ ઉપાડી અને હળવું હાસ્ય કરતા ચાલ્યા ગયા. કમલેશભાઈ તેના પિતાજી ની તબિયત ને લઇ ને એકદમ ચિંતિત હતા કારણ કે માં ના અવસાન બાદ તેને કોઈ આશીર્વાદ આપવાવાળું હોય તો એક પિતાજી જ હતા અને તેને નાનપણ થી જુવાની સુધી ના બાપુજી એ કરાવેલા લાડ પ્યાર યાદ આવી રહ્યા હતા.
બાપુજી કોઈ દિવસ સાંજે ઘરે આવે ત્યારે તેના દીકરા માટે કઈ ને કઈ ચીજ વસ્તુ સાથે લાવતા જ ત્યારે જ બહાર ઝરમર વરસાદ આવવા લાગ્યો ત્યારે જાણે કમલેશભાઈ ના મન ની સાથે આકાશ પણ જાણે રડી રહ્યું હોય તેવો અહેસાસ થતો હતો
પોતાની જાત ને સાંભળી ને કમલેશભાઈ એ તેની પત્નીને કહ્યું બાપુજી ને મેથી ના ગોટા લીલી ચટણી સાથે બહુ જ પસંદ છે તમે બનાવો ત્યાં હું નજીક ની કંદોઈની દુકાન માંથી જલેબી લઇ ને આવું છું.
કમલેશભાઈ થોડી વાર માં જલેબી લઇ ને આવ્યા અને રસોડા માં તેના પત્ની મેથી ના ગોટા તૈયાર કરી રહ્યા હતા કમલેશભાઈ જલેબી રસોડા માં રાખી અને બાપુજી ની પાસે ગયા અને બાપુજી ને પૂછ્યું કે તમારી પસંદગી ની વસ્તુ લઈને આવ્યો છું બોલો જોઈ શું હશે ત્યારે બાપુજી એ કહ્યું કે જલેબી લાવ્યો છે કે શું ?