આ વખતે દીકરીને આપવા માટે પૈસા વહુ પાસે માંગવાનું વિચાર્યું પરંતુ વહુના થોડા જ દિવસો પહેલા સાંભળેલા શબ્દો યાદ આવી ગયા અને પોતે દુઃખી મને દીકરીને કંઈ જ આપ્યા વગર વિદાય કરવા લાગ્યા, ત્યારે અચાનક જ વહુએ તેની પાસે આવીને તેના હાથમાં અમુક પૈસા આપ્યા અને કહ્યું દીકરીને ખાલી હાથ પિયરથી જવા દેશો કે શું?
વહુના હાથમાંથી પૈસા લઈને દીકરીને આપી દીધા, પરંતુ સાથે સાથે વહુની વાતોનો અંદાજ પણ હવે ફરી ગયો હોય તેવું લાગ્યું હતું. પતિ ના ગયા પછી તેના જીવનમાં પૈસાનો અભાવ આવી ગયો હોય એવું જરા પણ નહોતું કારણ કે તેની દવા એકદમ સમયસર આવી જતી, સમયસર તેને ઈલાજ કરાવવા માટે પણ ડોક્ટર પાસે લઈ જવામાં આવતા. આટલું જ નહીં બીજી નાની મોટી અનેક જરૂરિયાતોનું તેનો દીકરો કહ્યા વગર જ ધ્યાન રાખતો હતો.
પરંતુ આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ હતી જેના માટે હજુ તે તેની વહુ ને કહેવાનું ટાળતા જેમ કે અમુક મંદિરમાં દાન કરવા માટે, નોકરો માટે કંઈ લેવું હોય તે તહેવારમાં પૈસા દેવા હોય. અથવા સગા સંબંધીઓ ઘરે આવે ત્યારે તેને કોઈ નાની-મોટી જરૂર હોય તેના માટે દીકરા પાસેથી અથવા વહુ પાસેથી પૈસા માંગવા તે તેના સ્વાભિમાન ઉપર જાણે ઘા થતો હોય તેવું લાગતું હતું.
થોડા દિવસો પછી તેના મોબાઈલ પર એક ઘંટડી વાગી આ મેસેજ બેંકમાંથી આવ્યો હતો,. ઘણા દિવસો પછી બેંકમાંથી આવેલો મેસેજ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે 50000 રૂપિયા તેના ખાતામાં જમા થયા છે. તે તરત જ સમજી ગયા કે ઘણા સમયથી બાકી રહેલા પેન્શન ના રૂપિયા આવ્યા છે. તરત જ નજીકમાં આવેલા એટીએમ માંથી દસ હજાર રૂપિયા ઉપાડીને પોતે ઘરે આવી રહ્યા હતા ત્યારે દીકરા પાસે રહેલી કરોડોની સંપત્તિ કરતા પણ વધારે વજન આ 10000 રૂપિયામાં હોય તેવું તેને લાગતું હતું.
તેઓનો આત્મવિશ્વાસ પહેલા કરતા પણ અનેક ગણો વધી ગયો હતો. કદાચ એટલા માટે જ પેન્શનને સન્માન ભંડોળ કહેવામાં આવે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.