પત્નીને પતિએ કહ્યું પહેલી અને છેલ્લી વખત કહું છું, જો હવે પછીથી મમ્મી સાથે આ રીતનું વર્તન થયું તો એવું થઈ જશે જે…

મમ્મીને સ્ટેશન જવાની વાત સાઇડ પર મૂકીને આજે તો બસ દિલ ની અંદર રહેલી બધી વાત બહાર કાઢી નાખવાના મૂડમાં માનવ હતો. તેને કહ્યું જાણે કોઈ બહારની વ્યક્તિ હોય તેમ મમ્મી સાથે તમે વ્યવહાર કરો છો… ઘણી વખત દીકરી અને મમ્મી બન્ને સાથે રમતા હોય તો દીકરીને અલગ બોલાવી લે.

મમ્મીને થોડી અલગ રોટલી ભાવે છે તો તારી બદલે એ પોતે જ એની રોટલી બનાવી લે છે. અરે થોડા દિવસો મમ્મી અહીં રોકાવા આવે અને પોતાની રોટલી પણ એને જાતે બનાવી પડે તો તો એ ખરેખર શરમજનક બાબત કહેવાય.

મને નાનપણમાં રાત્રે જમીને મોડી રાત્રે કશું ખાવાની ટેવ હતી, અને મારો મનપસંદ નાસ્તો કાયમ મમ્મી બનાવીને રાખતા. એક દિવસ પણ એવું નહીં થયું હોય કે મોડી રાત્રે મને ભૂખ લાગે અને મને નાસ્તો ન મળ્યો હોય, નાસ્તો પૂરો થવાનો હોય તે પહેલાં જ તે મારા માટે નાસ્તો બનાવતી.

અહીં બધું હોવા છતાં ઘણી વખત મમ્મી ભરપેટ નહોતા ખાઈ શકતા. આવું કેમ એટલે પ્રિયાએ જવાબ આપતા કહ્યું મેં કોઈ દિવસ તમારી મમ્મીને રોટલી બનાવવા માટે કીધું નથી. આમાં મારો શું વાંક છે.

માનવ નો ગુસ્સો જાણે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને તે ભાવુક થવા લાગ્યો અને કહ્યું આમાં તમારા લોકોનો કશો વાંક નથી. બધો વાંક મારો જ છે કે હું મારી માતા માટે લાયક દીકરો ન બની શક્યો.

આપણે જે અત્યારે આલિશાન ફ્લેટ માં રહીએ છીએ, ગાડી, અને બધી સંપત્તિના માલિક છીએ એ બધું જ માતા પિતા ના આશીર્વાદથી આવ્યું છે. મમ્મી આવે કે તરત જ તને અવનવી બીમારીઓ આવી જાય છે હું બધું જોતો રહું છું પરંતુ કંઈ એટલે નથી બોલતો કે ઘરનો માહોલ ખરાબ ન થઈ જાય.

પ્રિયા આજે હવે હું પહેલી અને છેલ્લી વખત તને કહી દઉં છું કે જો આ વખતે મમ્મી આવ્યા અને કોઈ પણ પ્રોબ્લેમ થયો તો અત્યાર સુધી જે નથી થયું તે થઈ જશે. અને હા જો તને હજુ પણ પ્રોબ્લેમ હોય તો તું જઈ શકે છે મને કોઈ વાંધો નથી. કારણકે હવે હું મારી મમ્મી સાથે દુર્વ્યવહાર જરા પણ નહીં ચલાવી લઉં.

માનવ એ પોતાના દિલમાં રહેલી દરેક વાતોને બહાર કાઢી નાખી, આઠ વર્ષના લગ્નજીવનમાં પ્રિયાએ માનવનું આવું રૂપ કોઈ દિવસ નહોતું જોયું. એટલે આ બધું સાંભળીને પ્રિયા કશો જવાબ ન આપી શકી. અને રસોડામાં જતી રહી.

તેની માતા ને તેડવા માટે ફરી પાછી ચાવી ઉપાડીને માનવ દરવાજો ખોલવા જઇ રહ્યો હતો કે દરવાજાની સામે જ તેની માતા ઊભી હતી. અને તેની માતાની આંખમાં આંસુ હતા.

તેની માતા તેની સાથે થઈ રહેલું બધું વર્તન માત્ર એટલા માટે જ સહન કરી લેતી કે તેના દીકરા વહુ નું જીવન ન બગડે. પરંતુ દરવાજે ઊભી રહેલી માતા એ માનવ એ કહેલા શબ્દો સાંભળ્યા ત્યાર પછી તે પોતાના આંસુ ન રોકી શકી.

તરત જ માતાએ બધા આંસુ લૂછીને કહ્યું અરે માનવ હું ઘરે આવી ગઈ, અંદર ઘરમાં બેસીને કહ્યું ક્યાં છે મારી લાડકી દીકરી?

એટલે માનવ એ કહ્યું આજે તો રવિવાર છે મમ્મી એ તો ગાર્ડનમાં તેની બહેનપણીઓ જોડે રમતી હશે, હમણાં આવી જશે.

એટલામાં જ પ્રિયા પાણી લઈને આવી અને કહ્યું કેમ છો મમ્મી, આ પાણી પીવો અને પછી થોડા સમય પછી આરામ કરો ત્યાં હું ફટાફટ રસોઈ બનાવી લઉં છું.

માનવ પણ અંદર અંદર એકદમ ખુશ થઈ ગયો એ જાણીને કે બધા ખુશ રહે એ માટે તે કશું બોલતો નહોતો. અને આજે આટલું બધું બોલી નાખ્યું પછી આવું થઈ જશે એનો જરા પણ અંદાજો નહોતો.

મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel