વારંવાર રચનાનું ધ્યાન તેના ભાઈ ભાભી ના ચહેરા પાસે જતું રહેતું હતું. તેના ભાઈ ભાભી બંને એ સાદા કપડા પહેર્યા હતા. અચાનક ભાઈ તેની જગ્યાએથી ઊભો થયો અને બધા લોકો તેની સામે જોવા લાગ્યા, તેને સૌથી પહેલા રચનાના સાસુને સાડી આપી અને સસરાને સફારી સૂટ નું કાપડ આપ્યું. સાસુ ની સાડી જોતાં જ ખબર પડી જાય કે આ કોઈ સામાન્ય સાડી નથી. સાડી જોઈને સાસુમા અત્યંત ખુશ થઈ ગયા.
ત્યાર પછી રચનાના ભાઈએ રચનાના જેઠ અને જેઠાણી ને કપડાં આપ્યા, રચનાની જેઠાણી પણ તેને આપેલા કપડા જોતી રહી કારણકે આ કોઈ કપડાં સામાન્ય ન હતા. ત્યાર પછી રચનાને તેના પતિને અને બાળકો માટે બધા માટે તેને મનપસંદ કપડાં આપ્યા, તેમજ તેની ભાણેજ માટે સોનાની બુટ્ટી પણ આપી. આ બધું રચના જોતી રહી તેને વિશ્વાસ જ ન થયો કે આ બધો વ્યવહાર તેના ભાઈ એ કઈ રીતે કર્યો?
બધા વચ્ચે તે રડતી રડતી તેના ભાઈને ભેટી પડી અને તેનાથી રહેવાયું નહી અને પૂછ્યું કે અરે ભાઈ, તમે આ બધું કેવી રીતે કર્યું? તેના ભાઈએ રચના ને કહ્યું દીદી અત્યારે પ્રસંગ માણી લો, પછી નિરાંતે વાત કરીશ. બધુ બનેવીએ કર્યું છે હું તો માત્ર એક માધ્યમ છું.
પ્રસંગ પત્યા પછી ભાઈ બહેન એકલા બેઠા હતા ત્યારે રચનાએ ફરી પાછું પૂછ્યું કે ભાઈ આ બધું કેવી રીતે કર્યું? ત્યારે તેના ભાઈઓ જવાબ આપ્યો કે મને ઘણા લોકો મોટા કામ માટે પુછવા આવતા હોય પરંતુ નાનુ મજુરી કામ કરી રહેલો હોય તે માણસનો કોઈ ભરોસો ન કરે અને મોટું કામ પણ ન આપે પરંતુ જીજાજીએ જવાબદારી લઈને તેના મીત્ર દ્વારા મને ખૂબ મોટું કામ અપાવ્યું અને એમાંથી મને સારો એવો નફો પણ થયો.
પરંતુ ખરેખર સાચું કહું તો હું દર રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો, મને મારી હકીકત ની ખબર હોવા છતાં ભગવાન ઉપર ભરોસો હતો કે એ કંઈક એવું કરશે જેથી મને મારી એકની એક ભાણેજના મામેરુ કરવામાં વાંધો ન આવે. રચના એ પણ કહ્યું કે કેવા બધા લોકો તેના ભાઈ ના વખાણ કરી રહ્યા હતા.
પ્રસંગ પતી ગયા પછી પતિ પાસે જઈને કહ્યું તમે મને જરા પણ વાત ન કરી કે તમે આવું કરવાના છો? વાત તો કરાય ને, ત્યારે પતિએ કંઈ જવાબ ન આપ્યો થોડા સમય પછી પત્ની ફરી પાછું બોલી અરે ઓ માધવજી, એક જ તો દિલ છે તમે કેટલી વખત જીતશો? રચના એના પતિ માધવ ને પ્રેમથી માધવજી કહેતી હતી. પતિ પત્ની બંને હસવા લાગ્યા. રચના ની પ્રાર્થના પણ જાણે ભગવાને સાંભળી લીધી હોય તેમ તેની દીકરીનો પ્રસંગ એકદમ સુખદ રીતે પાર પડી ગયો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.