ચોર પકડાઈ ગયા હોવાથી ગામમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું પરંતુ ઘરમાં વહુ તો જાણે ગમે તેમ કરીને તેના પતિના નાના ભાઈને ઘરમાંથી કાઢવા માગતી હતી. ચોર નું પ્રકરણ પૂરું થઈ ગયું ત્યાર પછી એક દિવસ નાનો ભાઈ જમતા જમતા બેહોશ થઇ ગયો. બધા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા કારણકે નાના ભાઈને નખમાંય રોગ ન હતો. મોટાભાઈએ ફોન કરીને તરત જ વૈદરાજને બોલાવ્યા.
તાકીદે વૈદરાજ પણ આવી ગયા અને તેની સારવાર કરવામાં આવી. જમવામાં ઝે_ર હતું તે ઉલટી કરાવીને બહાર કાઢવામાં આવ્યું. તરત જ આ વાતની ખબર રાજાના દરબારમાં પડી. એટલા માટે તે લોકોના ઘરે રસોઈ બનાવી રહેલા નોકરોને બોલાવવામાં આવ્યા.
રાજાએ જ્યારે કડકાઈથી પૂછ્યું ત્યારે નોકરે સાચી વાત કહી દીધી કે મોટા દીકરા ની વહુ એ મને નાના ભાઈ ની રસોઈ માં ઝે_ર નાખવાનું કહ્યું છે. ત્યારે નાનો ભાઈ ત્યાં આવી ને રાજા ને કહે છે કે આ બધી વાત ખોટી છે ભાભી એ નોકર ને ઠપકો આપ્યો હતો. જેથી તેને બદલો લેવા માટે ભાભી નું નામ આપ્યું છે. ઝે_ર તો હું જ લઇ આવ્યો હતો. મારુ ભણવામાં ધ્યાન ઓછું પડે છે અને પિતાજી ની ઇરછા છે કે હું ભણી ને આગળ આવું અને મોટા શહેર માં જઈ ને દુકાન કરું. પણ હું વધારે ભણી શકું તેમ નથી તેથી મેં જ મારી જમવાની થાળીમાં ઝે_ર ઉમેર્યું હતું.
આ જોઈને રાજા એ દિયર ને ચાર મહિના ની સજા આપી. અને ભાભી ને ઘરે જવાની છૂટ આપી. જે દિયરને પોતે ઘરમાંથી અલગ કરી દેવા માંગતી હતી. એ જ દિયર નો ત્યાગ, પ્રેમ અને બલિદાન જોઈને ભાભી રડવા લાગી. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. અને થોડા સમય પછી જ્યારે તેનો દિયર જેલ માંથી છૂટ્યો ત્યાર પછી ભાભી એ સગી માં જેવો પ્રેમ વરસાવ્યો અને થોડા દિવસ પછી અરવિંદભાઈ અને તેના પત્ની યાત્રા કરી ને આવ્યા.
ઘરે આવતા ઘરમાં બનેલી ઘટનાઓની ખબર પડી ત્યારે તે બંને લોકો વાત સાંભળીને તેના નાના દીકરા ના વખાણ કરવા લાગ્યા. આજે અરવિંદભાઈ અને તેની પત્નીએ આ પહેલા સંસ્કાર નું સિંચન જાણે બરાબર થયું હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.