પછી ઘરે આવીને કાજલ ત્યાં બેઠી હતી ત્યારે તેની માતાએ તેને ભીંડો સમારવા માટે આપ્યો, કાજલ ત્યાં બેઠી બેઠી ભીંડો સમારવા લાગી. કાજલ ની માતા પણ ત્યાં બાજુમાં બેસીને બીજું શાક સમારવા લાગી.પરંતુ તેનું ધ્યાન કાજલ જે શાક સમારી રહી હતી તેમાં જ હતું.
કાજલ ભીંડાને પાણીથી ધોઈને સાફ કરીને સમારી રહી હતી, થોડા સમય પછી એક ભીંડો ખરાબ આવ્યો, તે ભીંડા માં થોડો ખરાબ હોવાથી તે ખરાબ ભાગ કાઢીને કાજલ જોવા લાગી કે ત્યાં વધુ ખરાબ તો નથી ને. પછી તે વધારે સમારવા લાગી પરંતુ તેની માતાએ તેને કહ્યું કે અરે કાજલ એ ભીંડો જવા દે, એ ખરાબ છે.
જોકે તેનો થોડો ભાગ જ ખરાબ હતો પરંતુ કાજલ એ માતાના કહ્યા પ્રમાણે ભીંડો જવા દીધો, થોડા સમય પછી ફરી પાછું આવું થયું અને બીજો ભીંડો ખરાબ નીકળયો જેનું પણ થોડો ભાગ જ ખરાબ હતો. પરંતુ તેની માતાએ ફરી પાછું કહ્યું કે અરે આ ભીંડો જવાદે આ પણ ખરાબ છે, કાજલે કહ્યું કે પણ ક્યાં આંખો ભીંડો ખરાબ છે, થોડો જ ખરાબ હતો જેને કાઢી લીધો છે.
પરંતુ તેની માતાએ કહ્યું ના ના, આ ભીંડો ફેકી દે. કાજલ એ એવું જ કર્યું, આવું લગભગ ત્રણથી ચાર વખત થયું પછી કાજલનો જાણે ગુસ્સો બહાર આવી ગયો અને તેની માતાને તેને કહ્યું કે અરે મમ્મી તમે ગાન્ડા થઈ ગયા છો કે શું, આમ આપણે દરેક ભીંડા માં રહેલો થોડો ભાગ ખરાબ હોવાને કારણે આખો ભીંડો ફેંકી દઈએ તો તો લગભગ અડધા જેટલા ભીંડા ફેંકી દેવા પડશે.
હવે તેની માતાએ તેને કહ્યું કે, વાહ કાજલ વાહ, તને તો ખૂબ જ સારી રીતે ખબર પડે છે. આ ભીંડા ની કિંમત લગભગ 50 રૂપિયા જેટલી છે તેમાં પણ તું આખો ભીંડો નથી ફેંકી દેતી અને કેટલો ખરાબ હોય એટલો જ ફેંકે છે, તો તને આવી જ રીતે માણસોની પરખ કરતા કેમ નથી આવડતી?
તું તારા સાસરા માંથી પાછી આવી ત્યારથી ત્યાંના દરેક લોકોની એક પછી એક ભૂલ ગણાવતી જાય છે પરંતુ માણસની એક ભૂલ સામે તમે આવી રીતનું વર્તન કરો તો, ખરેખર આ જીવન કેવી રીતે જીવી શકીએ? તું માણસની કિંમત એક ભીંડા થી પણ ઓછી આકે છે કે શું?
કાજલ ને તરત પોતાની ભૂલ સમજાઈ ગઈ, અને તેની માતા તેને શું કહેવા માંગે છે તે બરાબર સમજી ગઈ. એ હજુ શાક સમારતા હતા એવામાં કાજલ ના પતિ પણ ત્યાં આવી ગયા, કાજલ ના પતિ ત્યાં સમજાવવા માટે આવ્યા હતા.
તેના પતિએ ત્યાં આવીને પૂછ્યું કાજલ ક્યાં છે? ત્યારે કાજલની માતાએ કહ્યું એ તૈયાર થવા ગઈ છે, હમણાં જ આવે છે. અને થોડા જ સમય પછી કાજલ પછી તેની સાસરીમાં પતિ સાથે જતી રહી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.