ત્યાર પછી બંને દિકરાઓએ તેની માતાને કહ્યું કે આજ પછીથી તમારે એકલા ક્યારે પણ એક પણ કામ કરવાનું નથી. અને બંને ભાઈઓ બધું કામ કરાવવા લાગ્યા, બંને વહુઓ ઉભી ઉભી ઘણા સમયથી આ બધું જોતી હતી. અને તેનાથી રહેવાયું નહીં અને પોતાના પતિ ને પૂછ્યું કે તમે ઘર ના કામ માં મમ્મી ને કેમ મદદ કરી રહ્યા છો?
ત્યારે બંને ભાઈઓ એ કહ્યું કે મમ્મી-પપ્પા ને દીકરા પરણ્યા પછી, એટલી તો આશા હોય ને કે હવે વહુઓ ઘર કામમાં મદદ કરાવશે. એટલે તેઓને થોડો આરામ મળશે. અને હવે તેની ઉમર પણ નાની નથી. અમે જે કામ કરાવ્યું એ હકીકતે તો તમારે કરવું જોઈએ.
પરંતુ નહિ તમારે તો જમીને તરત જ રૂમ માં ચાલ્યા જવું છે, કોઈ તમારા મમ્મી સાથે આવું વર્તન કરે તો તમે શું કરો? આ સાંભળીને બંને વહુઓ શરમ થી નીચે જોઇને ઉભી રહી ગઈ, ત્યારે બંને ભાઈઓએ કહ્યું કે આવતીકાલથી મમ્મી જ્યાં સુધી ઘર નું કામ કરતા હોય, ત્યાં સુધી બંને વહુઓએ સાથે કામ કરવું.
સવારે પણ વહેલા જાગી ને ભગવાન ના દીવાબત્તી કરવા અને પ્રાર્થના માં બધાની સાથે રહેવું. કોઈ કંઈ કહે નહિ એટલે મનફાવે એટલે મનફાવે તેવું વર્તન કરી લેવાનું? મમ્મી તમને કહી નથી શકતા એટલા માટે પોતે કામ કરી લે છે, પણ હવે હું કહી દઉં છું કે આવતીકાલથી જ તમને કહ્યા પ્રમાણે દરેકે કામ કરાવવું.
બંને વહુઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેના સાસુ ની માફી માંગવા લાગી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.