સતિષભાઈ અને તેના પત્ની રંજનબેન તેના બે દીકરા ને સાથે પરણાવી ને ખુબ જ ખુશ હતા. બંને દીકરા માં ત્રણ વર્ષ નો ફરક હતો, જેથી તેમની ઇચ્છા એવી હતી કે બંને ના વિવાહ એક સાથે થાય તો ઘણો ખર્ચ બચી જાય. અને તેના વિચાર મુજબ ભગવાને પણ સાથ આપ્યો, અને બંને ના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા.
બન્ને ભાઈઓ પિતા ની દુકાન સંભાળતા, થોડા વર્ષો સાથે રહીને પિતા પાસેથી ધંધો શીખીને બન્ને ભાઈઓ માહિર થઈ ચૂક્યા હતા. એટલે હવે પિતા પણ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. માતા-પિતાના સંસ્કાર અને પોતાની આવડત બંને સારી હોવાને લીધે તેઓ ધંધો સારી રીતે ચલાવી રહ્યા હતા.
ધંધામાં કોઈ સમયે મુશ્કેલી આવે તો આજે પણ બન્ને ભાઈઓ પિતાની સલાહ લઈને મુશ્કેલી દૂર કરી નાખતા. બંને ભાઈઓ સવારે દયા હોય તો સાંજે ધંધામાંથી પાછા ફરતા.
ધીમે ધીમે સમય પસાર થતો ગયો, બન્ને ભાઈઓ લગ્ન જીવનથી ખુશ હતા પરંતુ અચાનક લગ્નને લગભગ છ મહિના જેટલો સમય થયો હશે ને પછી બંને વહુઓ નું વર્તન બદલાવા લાગ્યું, સવારે મોડું જાગવાનું અને પોતાને જે કામ કરવું હોય તે જ કરે. બાકી નું કામ સાસુ કરતા હોય, તો વહુઓ પોતપોતાના મોબાઇલ લઇ ને અથવા પોતાના રૂમમાં જઈને સુઈ જાય.
સાસુને બધું કામ પૂરું કરતા રાતના મોડું થઈ જાય, એટલે વહુઓ પોતાના પતિ ને સાસુ ની ફરિયાદ કરે કે તમારા મમ્મી રાતના બાર વાગ્યા સુધી વાસણ નો અવાજ કર્યા કરે છે, એમાં અમને નીંદર બગડે છે. અને સવારે વહેલા જાગી ને મંદિરમાં પૂજા કરી ને ઘંટડી વગાડે છે, જેથી અમારી ઊંઘમાં ખલેલ પડે છે.
આવું થોડા દિવસ તો ચાલ્યું, રોજ વહુઓ પોતાના પતિને ફરિયાદ કરતી રહે, તેના પતિ વાત સાંભળી લેતા પણ કોઈ જવાબ ન આપે તેથી બંને વહુઓ મનમાં ને મનમાં ગુસ્સે થતી, પણ પતિ ને કઈ કહી ન શકે. મોઢું ફુલાવીને આખો દિવસ ફર્યા કરે.
બીજે દિવસે બંને ભાઈઓ એ દુકાન માં સમય મળતા એક બીજા સાથે વાત કરી અને હવે શું કરવું? તે નક્કી કર્યું… રાત્રે બંને ભાઈઓ આવીને જમ્યા, તેઓનું ધ્યાન હતું કે વહુઓ જમીને પોતાની થાળી પણ ઉપાડ્યા વગર પોતાના રૂમમાં જતી રહી અને એટલે જ બંને ભાઈઓએ નક્કી કર્યા પ્રમાણે તેની માતાને રસોડા માં બાકી નું કામ પૂરું કરાવ્યું, અને વાસણ પણ સાફ કરાવ્યા.