માતાએ હસીને કહ્યું, “ચિંતા ન કર. મેં તને જે આપ્યું હતું તે માત્ર લોટ હતો. તે મૃત્યુ પામશે નહીં.”
દામિની આશ્ચર્યચકિત થઈ ગઈ. “તો પછી શું થયું?”
માતાએ સ્નેહથી તેનો હાથ પકડ્યો. “ખરેખર, ઝેર તારામાં હતું. જ્યારે આપણે દ્વેષ અને ક્રોધને પોષીએ છીએ, ત્યારે આપણે પોતાને ધીમે ધીમે મારી નાખીએ છીએ. જ્યારે તું તારા પતિને પ્રેમ કરવા અને તેનું સન્માન કરવા લાગી, ત્યારે તને તેનામાં એક અલગ જ વ્યક્તિ દેખાઈ. આ રીતે જ આપણે વર્તવું જોઈએ જેથી આપણે જે શોધી રહ્યા છીએ તે આપણને મળે. દરેક મનુષ્ય સારો હોય છે, પરંતુ આપણે અને સમાજ તેમને બદલી નાખીએ છીએ.”
દામિનીની આંખો ભીની થઈ ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તેણે પોતાની માતાનો આભાર માન્યો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી અને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.