ગભરાઈ ગયેલી માલતી એ જોર જોરથી રડવાનું શરુ કરી દીધું આજુબાજુમાં રહેતા લોકો બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા પરંતુ તેની જ બાજુમાં રહેતા એક બહેન માલતી નો અવાજ સાંભળીને તરત જ તેના ઘરમાં આવ્યા અને પૂછ્યું કે શું થયું?
ત્યારે રડતા રડતા માલતી વાત કરી કે આખો પગાર મંદિરમાં ધરાવેલો હતો જેમાંથી બાળકોની ફી પણ ભરવાની હતી અને આખા મહિનાનો ખર્ચ પણ તેમાંથી ચલાવવાનો હતો. હવે બધી વસ્તુ નું શું થશે તે વિચારીને માલતી રડ્યા જ કરતી હતી.
માલતી નીચે બેઠા બેઠા રડી ને બધી વાતો કરતી હતી અને તેની બાજુમાં રહેતા બહેને કહ્યું કે તમે શાંત થઈ જાઓ માલતીબહેન બધું ઠીક થઈ જશે. માલતી થોડા સમય પછી શાંત થઈ એટલે તે બંને લોકો ફરી પાછા ઉપર મંદિર રાખેલા રૂમમાં જોવા ગયા કે શું થયું છે.
મંદિર સિવાય તે રૂમમાં બીજું કંઈ ખાસ સામાન ન હોવાથી આગ ઠરી પણ ગઈ હતી. એવામાં તેના પાડોશી નું ધ્યાન મંદિરમાં રહેલા ભગવાન ની છબી પર પડ્યું. ભગવાન ની છબી ઉંધી પડી હતી.
તરત જ ભગવાન ની છબી ઉપાડીને જોયું તો ભગવાન ની છબી માં કોઈ નુકસાન નહોતું અને છબી જ્યાં પડી હતી તે બીજી કોઈ જગ્યાએ નહીં પરંતુ માલતી એ રાખેલા પગાર ના રૂપિયા ઉપર પડી હતી એટલે પગાર બધો સલામત હતો, માલતી ની આંખો માંથી આંસુ નીકળી પડ્યા ભગવાનનો ખુબ આભાર માન્યો.
પહેલેથી જ ભગવાન ઉપર શ્રદ્ધા રાખનારી માલતી નો ભગવાન ઉપરનો ભરોસો આજે અનેક ગણો વધી ગયો હતો. સાંજે પતિને પણ બધી વાત કરતા પતિ પણ ભાવુક થઈ ગયો અને ભગવાનનો આભાર માનવા લાગ્યો. કોઈ પણ ના જીવન માં ભગવાનના આશીર્વાદ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હોય જ છે જેનો સમય આવ્યે અનુભવ થતો જ આવે છે અને આજે આ અનુભવ માલતી અને તેના પરિવારમાં થયો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે આ સ્ટોરી ને શેર કરજો તેમ જ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.