હું તમારી માં ની એક પણ વાત માનવાની નથી મારે આ ઘર માંથી છુટ્ટા થવું છે જેથી હું મારી રીતે આઝાદ પંખી ની જેમ ખુલ્લા માં શ્વાસ લઇ શકું મારો જીવ આ ઘર માં મુંજાઈ છે પલક તેના પતિ સારાંશ ને જોઈ ને ગુસ્સા માં બોલી પણ વાત ખાલી એટલી જ હતી કે પલક ને અને સારાંશ ને રાત્રે પાર્ટી માં જવાનું હતું.
ત્યારે સારાંશ ના મમ્મી એ કહ્યું હતું કે બહુ મોડું કરશો નહિ અને વહેલા ઘરે આવી જશો બસ આ વાત નો ગુસ્સો લઇ ને પલકે તેની સહેલી ને એક મકાન શોધવાનું પણ કહી દીધું ત્યારે એક બીજી સહેલી એ પલક ને કહ્યું કે મેં પણ તારી જેમ વિચારી ને આજ થી દસ વર્ષ પહેલા સાસુ સસરા અને પરિવાર થી અલગ થઇ હતી.
ત્યારે પલકે કહ્યું એટલે તો તમે આટલી આઝાદી માં જીવન ની મોજ મજા માણી રહ્યા છો એ સાંભળતા જ સહેલી નું મોઢું ઉદાસ થઇ ગયું અને કહ્યું કે હું ત્યાર થી આઝાદ નહિ પણ ગુલામ થઇ ગઈ હકીકત માં તો હું આઝાદ તો હું સાસુ સસરા ની સાથે હતી ત્યારે હતી ઘર માં શું ચીજ વસ્તુ ખરીદવાની છે.
એ બાબત થી હું આઝાદ હતી મારા બંને બાળકો ને દાદા દાદી રમાડતા અને સાચવી લેતા હતા મને ક્યાંય પણ જવા માટે કોઈ જાત ની મનાઈ નહોતી પણ થોડા નિયમો સાથે અને તે વાત પણ સાચી જ હતી પણ જુવાની ના જોશ માં હું કોઈ જાત ની મર્યાદા પસંદ નહોતી કરતી મને એ પણ પસંદ નહોતું કે મારો પતિ ઓફિસ થી આવી.
અને મારા સાસુ પાસે બેસે મેં મારા પતિ ના સમજાવવા ની અનેક કોશિશ નિષ્ફળ કરી ને હું મારા સાસુ સસરા થી અલગ રહેવા ચાલી ગઈ અલગ રહેવા ગયા પછી ઘર ના બધા કામ ની જવાબદારી મારા ઉપર આવી ગઈ અને સવાર થી સાંજ સુધી માં લગભગ દસ વખત તો દરવાજો ખોલવા જવું પડે.
કામવાળી ધોબી દૂધવાળો થોડી થોડી વારે કોઈ ને કોઈ આવતું જ રહે અને આપણે આઝાદી ની બદલે બધા ની ગુલામી માં હોય તેવું થઇ ગયું આપણી મરજી મુજબ ગમે ત્યાં આવતા જતા એ બંધ થયું બાળકો ને હોમવર્ક કરાવવાનું સવાર ના વહેલા જાગી ને બાળકો નું ટિફિન બનાવવાનું અને સ્કૂલ બસ માં મુકવા જવાનું અને આપણી પાર્ટીઓ માં તો ક્યારેક જ જઈ શકાય જયારે સાસુ સસરા ની સાથે રહેતા ત્યારે તો મજા જ હતી