તરત જ મહેશભાઈએ કહ્યું બહેન તમે સફરજન ન જુઓ, તમે આ ચીકુ લઈ લો. સફરજન ન ખરીદતા કારણ કે એમાંથી બે ચાર સફરજન ખરાબ થઈ ગયા છે. શ્વેતાએ કહ્યું અરે પણ મારે સફરજન લેવા છે તો પછી હું ચીકુ શું કામ ખરીદું? અહીંયા ઘણા સફરજન પડ્યા છે હું સારા સફરજન છે તે વીણી ને લઈ લઈશ.
તરત જ મહેશભાઈએ શ્વેતાને સફરજન વીણવા માટે એક વાટકો આપ્યો તરત જ સારા સારા સફરજન એકબાજુ કરીને તેને એ વાટકો વજન કરવા માટે મહેશભાઈ ને આપ્યો. પછી શ્વેતા દ્રાક્ષ લેવા માટે દ્રાક્ષ જોવા લાગી પરંતુ મહેશભાઈ એ કહ્યું કે બેન એ દ્રાક્ષ રહેવા દો બીજું કંઈક લઈ લો કારણ કે એ દ્રાક્ષ માંથી થોડી દ્રાક્ષ ખરાબ છે. એક કામ કરો તમે તરબૂચ લઈ લો એ ખુબ જ સારા છે.
તરત જ શ્વેતાએ કહ્યું અરે કાકા આજે તમને શું થઈ ગયું છે? વારંવાર હું જે ફળ જોવું છું તે ફળ લેવાની ના પાડી ને તમે મને બીજું ફળ લેવા માટે આગ્રહ કરી રહ્યા છો આવું કેમ?
ફ્રુટવાળા ભાઈ એ જવાબ આપ્યો કે હું તો બધું ફળ વેચું છું પરંતુ બેન તમને દ્રાક્ષ અને સફરજન જોઈએ છે મને ખબર છે કે મારી રેકડીમાં સફરજન અને થોડી દ્રાક્ષ ખરાબ છે એટલા માટે તમને ના પાડી રહ્યો છું બીજી કોઈ વાત નથી.
તો શ્વેતાએ જવાબમાં કહ્યું કે ભલેને ખરાબ ફળ હોય પરંતુ તેમાંથી પણ સારા ફળ શોધીને હું તો લઈ જજો શકું છું ને? જે ફળ ખરાબ છે તેને હું છોડી દઈશ. મને સારા ફળ લેતા અને ઓળખતા આવડે છે.
હવે મહેશભાઈએ જવાબ આપતા કહ્યું ખૂબ જ સારું બેન તમને ખરાબ ફળ ની વચ્ચે સારા ફળ શોધતા આવડે છે, સફરજન લીધા ત્યારે ખરાબ સફરજનને સાઈડમાં રાખી દીધા એવી જ રીતે ખરાબ દ્રાક્ષ પણ સાઈડમાં રાખી દીધી. પરંતુ તમારા સંબંધમાં તમે એક પણ સારી વસ્તુ શોધી નથી શકતા. તમને તેમાં માત્ર બધું ખરાબ જ દેખાય છે.
મહેશભાઈ એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે શ્વેતા બહેન તમે જેમ અહીં સારું ફળ શોધી લીધું એવી જ રીતે જો સંબંધમાં પણ સારી વાતોને શોધતા શીખી ગયા તો સંબંધો સુધરી જશે. જેમ મારી રેકડી માં થોડા ફળ ખરાબ છે પરંતુ તમે તમારા જોઈતા સારા ફળ શોધી લીધા એવી રીતના દરેક માણસમાં પણ કોઈને કોઈ સારા ગુણ હોય જ છે. જો એને શોધતા તમને આવડી ગયું હોત તો આજે તમારા દાંપત્ય જીવન માં તિરાડ ની ચર્ચાઓ આખી શેરીમાં ન થઈ રહી હોત.
આટલું કહીને મહેશભાઈ પોતાની ફળની રેકડી લઈને આગળ જતા રહ્યા, ફળ ના પૈસા આપીને શ્વેતા અંદર આવીને સોફા પર બેસીને વિચાર કરવા લાગી, તેને એક ફળ વેચનાર વ્યક્તિએ એવી શીખ આપી દીધી જેવી આજ સુધીમાં કોઈ નહોતું આપી શક્યું. આજે શ્વેતાને સંબંધોને કેમ સાચવવા તે બરાબર રીતે સમજાઈ ગયું હતું.
પતિ ઘરે આવ્યો એટલે તેને પત્નીએ કહ્યું મારે છૂટાછેડા નથી જોઈતા. તેના દાંપત્ય જીવનમાં ફરી પાછી ખુશીઓ આવી ગઈ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.