દિવાળીનો તહેવાર નજીક હોવાથી દીકરો રાજ અને તેની પત્ની વિશ્વા બંને લોકો ઘરના આંગણે બેઠા બેઠા તહેવાર ઉપર કઈ વસ્તુઓ નવી ખરીદવાની છે તેનું લીસ્ટ બનાવી રહ્યા હતા.
રાજ ના માતા પિતા માટે શું લેવું પતિ-પત્ની બંને માટે શું લેવું અને તેના દાદા માટે શું લેવું તે વિશે ચર્ચા થઈ રહી હતી અને લીસ્ટ એક પછી એક બની રહ્યું હતું.
દાદા ત્રણ વર્ષથી પગમાં તકલીફ હોવાથી ચાલી નહોતા શકતા, એટલે હવે તેઓને બહાર જવાનું પણ ઓછું થતું. તેને પણ પૂછવામાં આવ્યું કે દાદા તમારે નવા કપડાં વગેરે લેવું છે ત્યારે દાદા એ ના પાડી દીધી અને કહ્યું હું ડોસો ક્યાંય બહાર તો નીકળતો નથી તો પછી મારે નવા કપડા ની શી જરૂર.
તેમ છતાં પતિ પત્નીએ પોતાના લિસ્ટ માં દાદા માટે પણ નવા કપડાં લેવાનું લખી નાખ્યું. અને બંને લોકો બજારમાં ખરીદી કરવા માટે ગયા.
રાજ ને શનિવારે અને રવિવારે ઓફિસમાં રજા રહેતી, આજે શનિવારે તે લોકોએ બહાર ની ખરીદી કરવાનું વિચાર્યું હતું અને રવિવારે તેઓ ઘરમાં સાફ-સફાઈ કરવાનું વિચારી રહ્યા હતા.
રાજે તેની પત્નીને ઘણી વખત કહ્યું હતું કે હું બહારથી ક્લીનિંગ સર્વિસ બૂક કરાવી દઉં છું એ લોકો આખું ઘર સાફ કરી નાખશે, પરંતુ તેની પત્ની એ કહ્યું કે ના સફાઈ તો આપણે જાતે જ કરીશું, આપણે એ બધા રૂપિયા બચાવીને બીજા ઘણા ઉપયોગી ખર્ચા કરી શકીએ છીએ. હા તમે ઈચ્છતા હોય અને રજા હોય તો તમારાથી થાય તેટલી મદદ કરજો બાકી હું બધું કરી નાખીશ.
બધી વસ્તુઓ લઈ આવ્યા, ખરીદી પૂરી થઈ ગઈ સાંજે પરિવારમાં બેસીને બધા લોકો નવી ખરીદી કરેલી વસ્તુઓ જોઈ રહ્યા હતા પરંતુ દાદા માટે લાવેલા કપડા રાજે છૂપાવીને રાખ્યા હતા.
તેના મનમાં કંઈક સરપ્રાઈઝ આપવા નો પ્લાન હતો, દાદા પણ બધાના કપડાં જોઈને રાજી થયા. પરંતુ ખૂણામાં બેઠા બેઠા એ જ વિચાર કરી રહ્યા હતા તહેવારમાં મારે પણ બહાર જવું છે પરંતુ આ પગ કામ નથી કરતા હવે ક્યાંય જવાતું નથી ઘરમાં ને ઘરમાં ખૂબ જ કંટાળો આવે છે.
બીજા દિવસે સવારે વહેલા જાગી ને પતિ-પત્ની કામે લાગી ગયા, બંને લોકો ઘરની સાફ-સફાઈ કરી રહ્યા હતા એક એક ખૂણામાંથી એક પણ કચરો બાકી ન રહે એમ બધી વસ્તુ ચોખ્ખી કરી રહ્યા હતા.
પત્નીએ કહ્યું જો જો ક્યાંય કચરો ન રહી જાય એક એક નકામી વસ્તુને ઘરમાંથી બહાર ફેંકી દેવાની છે… પતિ એ જવાબ આપ્યો હવે તું ચિંતા નહીં કર હું તે કહ્યું છે એ જ પ્રમાણે કામ કરીશ.