પત્નીએ બહાર શાકવાળા ને કહ્યું ભાઈ કાલ થી શાક દેવા ન આવતા, શાકવાળા એ પૂછ્યું કેમ તો આંખમાં આંસુ સાથે પત્નીએ કહ્યું…

સામે જવાબમાં કહ્યું ના રે ના એવું કશું નથી હમણાં અમારે શાક ની જરૂર નહિ પડે. આ વાત શાક વાળા ના ગળે ન ઉતરી તેને પૂછ્યું એવું તો બની જ ન શકે, તમે કહો ને શું કારણ છે?

તેને આંખમાં આંસુ સાથે કહ્યું મારા પતિની નોકરી ગઈકાલે જ છૂટી ગઈ છે અને હવે નવી નોકરી ક્યારે મળશે એની પણ કંઈ સંભાવના દેખાતી નથી. એટલે આજથી હવે ઘરમાં જે કઠોળ વગેરે પડ્યું છે અથવા તો દાળ છે તમે દાળ રોટલી પણ ખાઈ લેશો પરંતુ શાકનો વધારાનો ખર્ચો કરવો નથી.

તરત જ શાકવાળા ભાઈએ કહ્યું બેન માત્ર આટલી જ વાત છે, હાલો તમે શાક લઈ લો હું તમારી પાસેથી પૈસા પછી લઈ લઈશ. તરત જ સામેથી જવાબ મળ્યો કે ભાઈ મારા પતિને નોકરી ફરી પાછી ક્યારે લાગે અને હું તમને ક્યારે પૈસા પાછા આપો એટલે આ ઉધારી કેટલા સમય સુધી થાય એવું કશું નથી કરવું હું તમને ફોન કરું પછી શાક આપવા માટે આવજો. હમણાં જરૂર નથી.

શાકવાળો ત્યાંથી મોઢું હલાવીને જતો રહ્યો. પરંતુ અચાનક જ તેને મગજમાં કંઈક જાણે યાદ આવ્યું હોય એમ ફરી પાછો ફર્યો શાકની થેલી ભરી અને આપ્યો અને કહ્યું બેન આ તમારું શાક તમારે પૈસા ન દેવા હોય તો પણ ચાલશે.

બેન ના પાડતા રહ્યા પરંતુ શાક વાળા એ પરાણે શાકભાજી આપ્યા, અને કહ્યું તમને કદાચ આ વાતની જાણ હોય કે નહીં એ તો મને નથી ખબર પરંતુ મારે એક વખત lockdown માં પૈસાની અત્યંત જરૂર હતી ત્યારે મેં સાહેબ પાસે પૈસા માંગ્યા હતા, હું જાણું છું કે તમે લોકો કેટલા કરકસરથી રહો છો એટલે તમારે પણ પૈસાની ખૂબ જ જરૂર હોય. તેમ છતાં મને સાહેબે lockdown ના કપરા સમયમાં પણ 1000 રૂપિયા આપ્યા હતા.

અને આજ સુધી એ રૂપિયા મારી પાસેથી કોઈ દિવસ પાછા માંગ્યા નથી, એ સમયે એને મારી મદદ કરી હતી હવે તમારો થોડો સમય ખરાબ છે તો મારી ફરજ બને છે કે હું તમારી મદદ કરું. એટલે તમે મહેરબાની કરીને આ શાકભાજી તમારી પાસે જ રાખો. અને હું દરરોજ તમને શાકભાજી આપવા માટે આવીશ તમે પૈસાની જરાપણ ચિંતા ન કરતા.

સામે ઊભેલી પત્નીના ગળા માંથી એક પણ શબ્દ ન નીકળ્યો માત્ર આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. સાંજે પતિ જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે આ બધી વાત તેની સમક્ષ કરી તો પતિ પણ ભાવુક થઈ ગયો.

થોડા દિવસો સુધી આમતેમ અઢળક ઇન્ટરવ્યુ આપ્યા પછી આખરે એક કંપનીમાં તેની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો ત્યાં સિલેક્ટ થઇ ગયો અને પહેલી કંપની કરતાં પણ સારા પગાર માં તેને નોકરી મળી ગઈ.

એક મહિના પછી બધું બરાબર થવા લાગ્યો શાક વાળા ને જ્યારે હિસાબ પૂછ્યું તો તેને કહ્યું મેં હિસાબ કર્યો જ નથી, પરંતુ પત્નીએ બધું લખીને રાખ્યો હોવાથી અંદાજે 800 રૂપિયા જેટલી શાકભાજી થઈ હતી, ત્યારે 800 રૂપિયા આપ્યા તો શાક વાળા ભાઈએ કહ્યું મારે એક પણ રૂપિયો નથી જોઈતો, જ્યારે મને કોઈએ રૂપિયાની મદદ નહોતી કરી ત્યારે સાહેબે મને હજાર રૂપિયા આપેલા અને એ મદદ ને હું જીવનભર નહીં ભૂલ આવી શકું.

પતિ અને પત્ની બંને એ ઘણો આગ્રહ કર્યો પરંતુ શાક વાળા એ એક પણ રૂપિયો ના લીધો, પતિને પણ એક મહિના પછી નોકરી મળી પરંતુ પહેલાં ત્યાં જગ્યા પર કામ કરતો હતો તેના કરતાં પણ વધુ સારી નોકરી મળી હતી અને પગાર પણ ખૂબ જ સારો હતો. આખરે પતિ અને પત્ની બંને વિચારવા લાગ્યા કે ભગવાન જે પણ કંઈ કરે છે તે સારા માટે કરે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel