ત્યારે તેના જવાબે મારો જીવ કાઢી નાખ્યો હતો. તેને કહ્યું કે ગમે એટલા નું આવ્યું હોય, એ લેવાની ઔકાત તારા માં કે તારા પિતામાં નથી. બધી છોકરીઓ તો ત્યાં થી ચાલી ગઈ, પરંતુ મારા પગ ધ્રુજવા લાગ્યા, અને હું ત્યાં જ ઝાડ પાસે ના બાંકડે બેસી ગઈ.
મને અત્યાર સુધી એ વાત નો અહેસાસ જ નહોતો, કે હું ગરીબ છું. હિંમત કરી ને હું ચાલતા ચાલતા ઘરે આવી. ત્યારે મારી ઉદાસી મારી માં થી છુપાવી શકી નહિ. માં એ મને પૂછતાં જ હું તેને ભેટી અને રડવા લાગી. અને કોલેજ માં બનેલી વાત કહી.
ત્યારે માં એ તો એટલું જ કહ્યું કે તું એવી છોકરીઓ પર ધ્યાન દેવાની બદલે તારે તારું મન ભણવામાં રાખવું. રાત્રે પિતા ઘરે આવતા તેને પણ પૂછી જ લીધું કે આપણે ગરીબ છીએ? ત્યારે પિતાએ મારા માથા પર હાથ ફેરવતા એટલું જ કહ્યું કે ના બેટા આપણે ગરીબ નથી.
પણ સમય સારો ખરાબ બધાનો આવતો હોય છે, અને આપણો અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે. બીજા દિવસે હું કોલેજ જવાની હિંમત કરી શકી નહિ, અને તે દિવસે મારા પિતાજી સાંજે વહેલા આવી ગયા હતા. અને મારા માટે ભેટ લઇ ને આવ્યા હતા.
મારા માટે ખુબ જ ખુશી લાવ્યા હતા, અને મારા માટે પતંગિયા જેવું સ્કૂટર લાવ્યા હતા, અને સાચું કહું ને તો મને તે રાત્રે નીંદર પણ આવેલી નહિ, અને મેં પિતાજી નો કેટલી વખત આભાર માન્યો એ પણ મને ખબર નથી. અને સ્કૂટર કેવી રીતે લાવ્યા અને રૂપિયા ક્યાંથી ભેગા કર્યા એ પણ પૂછવાનું યાદ આવ્યું નહિ.
બીજા દિવસે હું સ્કૂટર લઇ ને કોલેજ માં ગઈ મારા પિતા ની ઔકાત સાથે, એક રાજકુંવરી ની જેમ! જાણે સુવર્ણ જડિત રથ માંથી ઉતરી રહી હોય તેમ ઉતરી ત્યારે બધા ને મારા પિતાજી મને કેટલો પ્રેમ કરે છે તે ખબર પડી ગઈ.
થોડા દિવસો પછી એક સહેલી એ મને કહ્યું કે આજે હું તારા પિતાજી ની સાઇકલ રીક્ષા માં બેસી અને કોલેજ આવી ત્યારે મેં કહ્યું કે મારા પિતાજી પાસે તો પેટ્રોલ થી ચાલતી રીક્ષા છે. તારી કંઈક ભૂલ થઈ હશે, પણ થોડીવાર માં મારુ મગજ પણ ચકરાવે ચડી ગયું કે પિતાજી એ પોતાની રીક્ષા વેચી ને મારા માટે સ્કૂટર લાવ્યા છે કે શું?
ઘરે જઈ ને પિતાજી પાસે જાણ્યું ત્યારે ખબર પડી કે તેને તેની રીક્ષા ગીરવે મૂકી ને મારા માટે સ્કૂટર ખરીદ્યું છે, ત્યારે હું પિતાજી ને દોડી ને ભેટી ને ખુબજ રડી. અને કહ્યું કે તમે આવું શા માટે કર્યું ? ત્યારે મારા પિતાજી એ કહ્યું કે તું મારુ અભિમાન છો, તારી આંખ માં આશુ આવે તે મને કેમ ગમશે?
અને તું ચિંતા કરીશ નહિ મારી રીક્ષા વેચી નથી અને ગીરવી મૂકી છે, એ તો હું પાંચ છ મહિના માં છોડાવી લઈશ, ત્યારે મેં કહ્યું કે તમે દુનિયા ના શ્રેષ્ઠ પિતાજી છો. મારા માટે સ્કૂટર લેવા માટે તમે કેટલી તકલીફ ભોગાવો છો. પછી મારા થી રહેવાયું નહિ. અને હું ધ્રુસ્કે ધ્રુસ્કે રડી, ત્યારે મારા બે ભાઈ મારી માતા અને પિતાજી બધા ની આંખ માં આંસુ હતા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.