પાંચ દિવસ ના નાના વેકેશન માં પોતાના પિતાને ત્યાં આરામ કરી અને પત્ની જ્યારે તેના પતિ ના ઘરે આવે છે, ત્યારે તેના પતિ દરવાજે તેનું સ્વાગત કરવા માટે હાજર હોય છે, ઘર માં અંદર પ્રવેશ કરતા ની સાથે પતિ એ તેના માટે ભેટ માં આપવા માટે એક નવીનકોર મોટર લાવી.
અને ઘર ના ફળીયા માં શણગારી ને રાખી હતી. અને ઘર ની અંદર આવતા જ પત્ની ના હાથ માં મોટર ની ચાવી આપતા કહ્યું કે, આવતી કાલ થી પ્રોફેસર સાહિબા તમારે આ નવી નકોર ગાડી લઇ ને કોલેજ જવાનું છે.
પોતાના માટે આટલી મોંઘી ભેટ જોઈને પત્ની ખુશી થી પાગલ થઈ ગઈ, અને તેના પતિ ને ભેટી પડી. અને એક જોરદાર ચુંબન લઇ લીધું. અને ઝાડ પર જેમ વેલ વીંટાઈ જાય તેમ પોતાના પતિ ને ભેટી પડી અને બોલી કે આટલું બધું અચાનક અને સાવ ચુપચાપ?
તેના પતિ એક જૂની થયેલી મોટર ચલાવતા, અને પત્ની માટે એક જોરદાર નવી નકોર મોટર ખરીદી ને ભેટ આપી. ત્યારે તૅની પત્ની વિચારી રહી હતી કે સાત વર્ષ ના લગ્ન જીવન માં કેટલી ભેટ આપી તે હું ગણવા બેસું તો ગણાય નહિ. એટલી સંખ્યા થઇ જાય.
અને તે પોતાને મળેલી મોંઘી મોટર ને જોવા લાગી, મોટર નો કલર પણ તેની પસંદગી નો હતો. થોડીવાર મોટર ને આમ તેમ થી જોઈ ને ફળીયા માં નજર કરી, તો તેનું સ્કૂટર નહોતું. એટલે તેના પતિ ને કહ્યું કે મારુ સ્કૂટર ક્યાં ગયું?
જોર થી અવાજ કરતા બોલી! તેના પતિ એ જવાબ માં કહ્યું કે એ જૂનું સ્કૂટર તો મેં ભંગાર વાળા ને વેચી દીધું, હવે તેનું કામ પણ શું છે? એક જૂનું સ્કૂટર જ તો હતું ને? અને પાર્કિંગ માં ખોટી જગ્યા રોકાઈ જાય છે.
ત્યારે તેની પત્ની એકદમ ગુસ્સે થઇ ને બોલી કે મને પૂછ્યા વિના તમે મારુ સ્કૂટર વેચી કેમ શકો? તે ખાલી એક સ્કૂટર જ નહોતું, મારી જિંદગી હતી, મારા દિલ ના ધબકારા માં રહેતું હતું, એ સ્કૂટર! મારા પિતાજી ની એકમાત્ર ભેટ હતી એ સ્કૂટર!
તમે મને મોટર ભેટ માં આપી તેનું હું સન્માન કરું છું, પણ મારે સ્કૂટર તો જોઇશે જ. તમે મને પ્યારી વસ્તુ વેચી નાખી? આમ બોલતા બોલતા પત્ની રડવા લાગી, ઘર માં અવાજ થતા તેની સાસુ પણ બહાર આવી. અને વહુ ને દિલાસો આપવા લાગી.
અને તેના દીકરા ને કહ્યું કે સ્કૂટર જેને આપ્યું છે, તેની પાસે થી પાછું લઇ આવ, તેનો પતિ તેની પાસે આવી, અને સોરી મને એવી ક્યાં ખબર હતી કે સ્કૂટર સાથે તમારે આટલી બધી લાગણી જોડાયેલી હોય? હું હમણાં જ જઈને તારું સ્કૂટર પાછું લઇ ને આવું છું.
પતિ સ્કૂટર પાછું લઇ ને આવે છે અને ફળીયા માં રાખે છે, પતિ પત્ની બંનેસ્કૂટર આવી ગયું, અને હળવા મૂડ માં ચા પી રહ્યા હતા, ત્યારે પતિ એ પૂછ્યું કે તારી આટલી બધી લાગણી આ સ્કૂટર સાથે કેમ બંધાયેલી છે એ મને તો કહે?
ત્યારે પત્ની એ વાત કરતા કહ્યું કે એ સ્કૂટર નહિ ઔકાત હતી મારા પિતાજીની, જયારે હું કોલેજ માં ભણતી હતી. ત્યારે મારી સાથે ભણવાવાળી બીજી છોકરીઓ નવા સ્કૂટર લઇ ને કોલેજે આવતી. ત્યારે મેં તેને પૂછ્યું કે સ્કૂટર કેટલા રૂપિયા નું આવ્યું?