શાકવાળાની પત્ની એ વિચાર કર્યો કે આપણી પાસે રોજ બે રૂપિયા આવે છે. અને બધા વાપરી ને નવરા થઈ જઈએ છીએ. એમાં હું એક રૂપિયો બચત કરી ને નાખી દઉં એટલે હું પુરેપુરા એકસો રૂપિયાની માલિક થઇ જાઉ.
અને બસ તે દિવસે મળેલા બે રૂપિયા માંથી એક રૂપિયો બચાવ્યો અને એકસો રૂપિયા પુરા થઇ ગયા. હવે તેને સમજાઈ ગયું કે રોજ બે રૂપિયા વાપરી ને જલસા કરી નાખી તેના બદલે રોજ એક રૂપિયો બચાવીએ તો એક સો દિવસમાં મારી પાસે એક સો રૂપિયા ભેગા થઇ જાય.
આમ શાકભાજીવાળા ની પત્ની એ પોતાના ઘર માં કરકસર કરી ને રહેવાનું ચાલુ કરી દીધું, થોડા દિવસ પછી વેપારી તેની પત્ની સાથે બેઠા હતા. પણ વેપારી ની પત્ની પોતાના ઘરમાં વધારે ખર્ચ કરવા ની વાત ને બદલે બોલવા મંડી કે હમણાં બાજુવાળા બહુ ખેંચ માં આવી ગયા લાગે છે. હમણાં જલસા કરતા એ બધું બંધ થઈ ગયું છે.
ત્યારે વેપારી મનમાં ને મનમાં હસતો હતો. અને પછી તેની પત્ની ને કહ્યું કે આ નવ્વાણું નો ફેરો છે. જે ક્યારેય પૂરો થતો જ નથી, એક સો, બસો, ત્રણસો એમ ને એમ પુરા કરવામાં માણસ પૂરો થઈ જાય પણ આ નવ્વાણું નો ફેરો પૂરો નથી થતો.