પત્નીને ઈલેક્ટ્રિશિયન સાથે બનેલી ઘટનાઓ સાંભળીને થોડી દયા આવી ગઈ એટલે તેને કહ્યું કે ભાઈ તમે અહીંયા રોકાઈ જાઓ, અને જમી લો.
ત્યારે ઇલેક્ટ્રિશિયાને ના પાડી અને કહ્યું કે મારે જમવું તો નથી પરંતુ તમે જો મારી મદદ કરવા માંગતા હો તો મને ઘર સુધી મૂકી જાઓ. મારે સાયકલ રીપેરીંગમાં આપવી પડશે.
પત્ની તેની ગાડીમાં તેને મુકવા માટે તેના ઘરે ગઈ, ઇલેક્ટ્રેશિયને ખૂબ જ આગ્રહ કર્યો કે તમે આવીને ચા પાણી પીઓ. એટલે આગ્રહ વર્ષ થઈને પત્ની ગાડીમાંથી નીચે ઉતરીને ઇલેક્ટ્રિશિયનના ઘરમાં અંદર જઈ રહી હતી.
ત્યારે તેની નજર પડી કે ઇલેક્ટ્રિશિયન ઘરમાં અંદર પ્રવેશતા ની પહેલા બહાર આંગણામાં રહેલા એક તુલસીના છોડ પાસે જઈને પોતાનો થેલો ત્યાં મૂકી દીધો અને તુલસીના છોડને પગે લાગીને તે ઘરમાં અંદર પ્રવેશ્યો.
જે માણસ સાથે એક દિવસમાં આટલી બધી ઘટનાઓ ઘટી હોય તેનો ગુસ્સો ઓછો ન થાય પરંતુ ઘરમાં પ્રવેશતા ની સાથે જ તેનો ગુસ્સો જાણે ગાયબ થઈ ગયો. બાળકોને પ્રેમથી આલિંગન આપ્યું અને પત્નીને પણ કહ્યું કે મેડમ માટે ચા બનાવો.
પેલી સ્ત્રી આ બધું જોઈને શબ્દ રહી ગઈ અને તેને પૂછ્યું કે ભાઈ તમે આટલો એમ અચાનક મૂડ કેવી રીતે બદલી નાખ્યો, હમણાં થોડા સમય પહેલા જ તમારી સાથે આ બધી ઘટનાઓ બની છે. તેની ચિંતા જાણે તમે ભૂલી ગયા. અને સ્માઈલ સાથે ઘરમાં બાળકો અને પત્ની સાથે બોલી રહ્યા છો.
મને આ બધું થોડું વિચિત્ર લાગે છે પરંતુ આ તમે કેવી રીતે કર્યું, ત્યારે ઇલેક્ટ્રિશિયન જવાબ આપતા કહ્યું મેડમ આ તો આજનો દિવસ ખરાબ છે એવું નથી, મને દરરોજ કોઈને કોઈ મુશ્કેલી આવતી રહે છે. અને બધા દિવસોમાં કંઈકને કંઈક એવું કારણ મળી જતું હોય છે કે જેના કારણે મને નહીં કોઈને પણ ગુસ્સો આવી જાય.
પરંતુ હું ઘરે આવું તે પહેલા બહાર તુલસીના છોડને પગે લાગીને મારા થેલા ને ત્યાં જ રાખી દઉં છું, અને થેલો જ્યાં રાખું ત્યાં મારા કામની બધી ચિંતાઓ તે થેલામાં જ રાખી દઉં છું.
ત્યારથી પછી ઘરે આવું ત્યારે ઘરમાં મારી ચિંતા અને સાથે લઈને આવતો નથી, મારા નહીં દરેકના કામમાં મુશ્કેલીઓ આવતી જ રહે છે પરંતુ એક વાત પાકી છે કે, એ બધી મુશ્કેલીઓ હું સહન કરી શકું છું પરંતુ મારી પત્ની અને મારા બાળકો મારા પર આવેલી મુશ્કેલીઓને કારણે તેઓ પોતે શું કામ હેરાન થાય.
એટલે બાળકો ઉપર કે મારી પત્ની ઉપર હું ક્યારેય મારા કામને લઈને ગુસ્સે નથી થતો, અને કદાચ એટલા માટે જ અમારો આ નાનો પરંતુ સુખી પરિવાર સાથે સુખેથી રહી શકે છે.
તે સ્ત્રીને સમજાઈ ગયું કે તેના ઘરમાં ઘણા સમયથી નિરાશાઓ ચાલી રહી હતી તે શું કામ ચાલી રહી છે, આ ખરેખર ઘણા ઘરની હકીકત છે આપણે આપણી સહનશીલતા અને સંયમ ગુમાવી દઈએ તો આપણા ઘરમાં ક્યારેય સુખી રહી શકતા નથી.
અને મુશ્કેલીઓ આજે આવવાની છે, કાલે જવાની છે તો ફરી એક દિવસ પાછી ફરવાની જ છે પરંતુ આ મુશ્કેલીઓને આપણા ઘર પર હાવી ન થવા દઈએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.