એક ખૂબ જ સુખી પરિવાર હતો, પતિ પત્ની બાળકો અને તેના દાદા દાદી એમ કુલ મળીને છ સભ્યો રહેતા હતા. પતિ સવારથી જ કામ પર નીકળી જતો હતો અને પત્ની પણ વર્કિંગ વુમન હોવાથી સવારે જ કામ પર નીકળી જતી હતી. પતિ પ્રાઇવેટ નોકરી કરી રહ્યો હતો એટલે ઓફિસમાં પોતાનો ટાર્ગેટ પૂરા કરવાનું પ્રેશર તેના ઉપર રહેતું.
અને એટલું જ નહીં તેને ઘણી વખત ખૂબ જ ઓછી ડેડ લાઈન હોવાથી ઓવર ટાઈમ માં કામ પણ કરવું પડતું હતું. તે જેટલું કામ કરે તેમાં તેને ક્યારેક વખાણ પણ સાંભળવા મળતા તો ક્યારેક તેની આલોચના પણ કરવામાં આવતી, પરંતુ એ ચૂપચાપ રહીને બધું સહન કરી લેતો.
અને પત્ની પણ પ્રાઇવેટ કંપનીમાં જ જોબ કરતી હતી, અને તેને ત્યાં પણ કામનું ટાર્ગેટનું વગેરેનું પ્રેશર રહેતું હોવાથી તે પણ ઓફિસમાં ઘણી વખત પરેશાન થઈ જતી હતી.
તે પણ ઓફિસે આવી બધી મુશ્કેલીઓનો સામનો કરીને ફરી પાછી ઘરે આવે, રસોઈ બનાવે અને સાંજે ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ બાળકો ઉપર પણ ગુસ્સે થઈ જતી. કારણ કે આખા દિવસ દરમિયાન ઓફિસમાં તેનો મૂડ ખરાબ થઈ ચૂક્યો હોય તે ઘરે આવીને પણ ખરાબ જ રહેતો.
પતિ અને બાળકો જો કંઈ બીજી અલગ અલગ ફરમાઈશો કરે તો તેને પૂરી કરતાં કરતાં તેનો ગુસ્સો વધી જતો અને તે પહેલાં કરતાં પણ વધુ ચીડાઈ જતી. ઘરના કામની જવાબદારી પણ તેના માથે એટલે તે પણ ખૂબ જ ગુસ્સે થઈ જતી.
થોડા દિવસો પછી તો જાણે તેનું જીવન નિરાશ થવા લાગ્યું, પતિ નો ગુસ્સો પણ ધીમે ધીમે વધતો જતો હતો.. બાળકો પણ જાણે માતા પિતાનું કાયમનું આવું વર્તન જોઈને તેઓ પોતે પણ તેવા બનવા લાગ્યા હતા.
આ બધું જીવનમાં ચાલી રહ્યું હતું એવામાં અચાનક જ એક દિવસ સવારે જાગ્યા ત્યારે તેના ઘરમાં લાઈટ નહોતી, પહેલા તો પત્નીને લાગ્યું કે આજુબાજુમાં બધા લોકોની લાઈટ ગઈ હશે પરંતુ થોડા સમય પછી ખબર પડી કે તેના એકના ઘરમાં જ લાઈટ નથી.
તરત જ ઇલેક્ટ્રિશિયન ને ફોન કરીને બોલાવ્યો અને ચેક કરવા માટે કહ્યું. પરંતુ ઇલેક્ટ્રીશન ને આવતા આવતા એક કલાક જેટલો સમય લાગી ગયો.
એક તો ઉનાળાનો સમય હોવાથી ગરમી થઈ રહી હતી, તેમાંથી ઇલેક્ટ્રિશિયન વધુ સમય લેતા પતિ પત્નીનો ગુસ્સો જાણે સાતમા આસમાન પર પહોંચી ગયો હતો.
ઇલેક્ટ્રિશિયન આવ્યો એટલે તેણે પૂછ્યું કે ભાઈ કેમ આટલો બધો સમય થયો? ત્યારે તેને કહ્યું કે મેડમ હું નીકળી ગયો હતો પરંતુ નીકળ્યો ત્યારે સાયકલમાં પંચર પડી ગયું, તો પત્નીએ તરત જ પૂછ્યું કે પંચર પડી ગયું હોય તો આટલી બધી વાર થોડી ના લાગે.
ત્યારે ઇલેક્ટ્રિશિયાને જવાબ આપતા કહ્યું કે, પંચર કરાવવા ગયો તો તે ભાઈએ કહ્યું કે ટ્યુબ નાખવી પડશે, તે ભાઈ પાસે ટ્યુબ ન હતી એટલે હું એક કિલોમીટર આગળ એક દુકાને ટ્યુબ લેવા ગયો ટ્યુબ લઈને પાછો આવીને તે ભાઈને કહ્યું અને પછી તે ભાઈએ ટ્યુબ નાખી એટલે હું નીકળ્યો.
નીકળ્યો કે તરત જ સામેથી એક સ્કૂટર આવી રહ્યું હતું તેની સાથે મારું એક્સિડન્ટ થઈ ગયું અને ઘરેથી લાવેલું મારું આખું ટિફિન રસ્તા પર ઢોળાઈ ગયું.
આ બધી વાતો કરતા કરતા ઇલેક્ટ્રીશન પોતાનું કામ કરી રહ્યો હતો,. ફ્યુઝ ચેક કર્યા મેનલાઇન ચેક કરી થોડા સમય પછી ઘરની લાઈટો ઠીક કરી નાખી.