મયંક કોલેજમાં હતો ત્યારથી જ તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો, છોકરી ખૂબ જ સુંદર હતી. જોકે મયંક પણ પહેલેથી જ સ્ટાઇલિશ પર્સનાલિટી ધરાવતો હતો એટલે એમ કહીએ કે બંનેની એકદમ સરસ જોડી હતી તો પણ ચાલે.
કોલેજમાં બંને સાથે જ અભ્યાસ કરતા હતા પહેલા જ વર્ષના અંત સુધીમાં બંને એકબીજાના પ્રેમમાં હતા, અને કોલેજના ચાર વર્ષ પૂરા થઈ ગયા પછી તે બંને નક્કી કર્યું કે તે પોતાના પરિવારને વાત કરીને ભવિષ્યમાં લગ્નનો નિર્ણય કરશે. બંનેના પરિવારજનો એકબીજા સાથે મળ્યા અને લગ્નનું નક્કી થયું.
બંનેના લગ્ન કોલેજ પુરા થયાના એક વર્ષમાં થઈ ગયા, મયંક પહેલેથી જ ભૂમિને ખૂબ જ પ્રેમ કરતો હતો એટલે તે બન્નેનું લગ્નજીવન પણ એકદમ સુખેથી વીતવા લાગ્યું.
એક દિવસ અચાનક જ ભૂમિ એ મયંક ને ફરિયાદ કરી કે તેને થોડા દિવસથી પોતાની શરીરની ચામડીમાં કશું થઈ રહ્યું છે જે નિષ્ણાતને બતાવવાની જરૂર છે. ડોક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે ભૂમિને ગંભીર ચામડીનો રોગ થયો હતો.
ડોક્ટરે તપાસીને અમુક રિપોર્ટ પણ કરાવ્યા અને થોડા સમય પછી ખબર પડી કે ભૂમિ ને એક અસાધ્ય એવો ચામડીનો રોગ થયો છે જેનો કોઈ ઇલાજ નથી અને ધીમે ધીમે એ સુંદર ભૂમિ ની સુંદરતા તેના શરીરમાંથી જવા લાગી. તે ખૂબ જ સુંદર હતી અને તેની સુંદરતા દિવસેને દિવસે ઓછી થતી જતી હતી એટલે ભૂમિને મનમાં એવો ડર લાગતો કે જો હું ખરાબ દેખાવા લાગુ તો મયંક મને છોડીને જતો તો નહીં રહે ને? અમારા સંબંધમાં તિરાડ તો નહીં પડી જાયને?
એવામાં અચાનક જ એક દિવસ ઓફિસેથી ઘરે પાછા ફરતી વખતે મયંક નો ફોન આવ્યો તે હંમેશા ઓફિસેથી નીકળતી વખતે ફોન કરતો. અને થોડા સમય પહેલાં જ ફોન આવ્યો હતો ત્યાર પછી થોડો સમય વીતી ગયો પરંતુ મયંક ઘરે ન આવ્યો.
ભૂમિ થોડી ચિંતામાં હતી એવામાં જ તેના ફોનની રીંગ રણકી. જોયું તો તેના પતિ મયંક નો ફોન હતો ફોન ઉપાડ્યો ત્યારે કોઈ અજાણ્યો માણસ બોલતું હતું અને કહ્યું કે તમે આ હોસ્પિટલમાં આવી જાઓ તમારા પતિ નું એક્સિડન્ટ થયું છે. અને આ ગંભીર એક્સિડન્ટમાં તેની બંને આંખો મા ઇજા થઇ છે.