સુરેશ ની આજુબાજુ લોકોની ભીડ થઈ ગઈ એ જોવા માટે કે આખરે શું થાય છે? ધીમે ધીમે મીઠાઈ ઉપર માખીઓ પણ આવવા લાગી પરંતુ સુરેશ તેને ઉડાવી દેતો. મીઠાઈની સુગંધને કારણે કીડીઓ પણ મોટી લાઈનમાં આવવા લાગી પરંતુ સુરેશે તેઓને પણ હટાવી.
ધીમે ધીમે આજુબાજુના કુતરાઓ પણ લલચાઈને મીઠાઈ નજીક આવવા લાગ્યા પરંતુ સુરેશ એ તેને પણ ભગાડી દીધા. ત્યાં બરાબરની ભીડ જામી હતી અને આ સમાચાર વાયુવેગે આજુબાજુમાં ફરી વળતા થોડા સમય પછી ત્યાં ભિખારીઓ પણ મંદિરની બહાર આવી ગયા.
મીઠાઈ મેળવવા માટે એક ભિખારી મંદિર તરફ આવવા લાગ્યો અને મીઠાઈ પાસે પહોંચતો હતો તે પહેલાં જ સુરેશે તેને પણ ભગાવી દીધો. સમય વીતતો ગયો સાંજ થઈ ગઈ. ભગવાન પણ ન આવ્યા અને સુરેશ પણ તેની જગ્યાએથી એક ઇંચ હટ્યો નહીં.
ભીડ પણ ધીમે-ધીમે ઓછી થવા લાગી જે લોકો ઊભા હતા તે વિચારી રહ્યા હતા કે લાગે છે સુરેશ હવે પાગલ થઇ ગયો છે, ભગવાન તો હવે થોડી આવે…
સુરેશ ને પણ હવે ધીમે ધીમે ગુસ્સો આવવા લાગ્યો. તેમ છતાં ફરી પાછી થોડી વાર રાહ જોઈ પરંતુ કોઈ આવ્યું નહીં એટલે તેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો મીઠાઈનો ભોગ ભગવાનને ધરાવ્યો હતો તે લઈને બહાર ફેંકી દીધો.
બહાર તો જાણે સવારથી એક પછી એક માખીઓ કીડીઓ અને કુતરાઓ રાહ જોઇને ઊભા હતા, મીઠાઈ આવી કે તરત જ તૂટી પડ્યા. સુરેશ પોતાની ઘરે જતો રહ્યો અને જતા જતા ઉપર જોઈને ભગવાન પ્રત્યે પણ નારાજ થઈ ગયો. કહેતો રહ્યો કે આટલા વર્ષોની સેવા બધી વ્યર્થ જતી રહી કોઈ જ ફળ ન મળ્યું.
ઘરે આવીને કોઈ જ વાતચીત કર્યા વગર તરત સૂઈ ગયો. ઘરે આવીને પોતે પણ કંઈ જ જમ્યો નહીં.
થોડા સમય પછી તેને સપનામાં ભગવાને દર્શન આપ્યા અને કહ્યું તારી મીઠાઈ મેં જમી છે, ખૂબ જ સ્વાદિષ્ટ હતી. પરંતુ જો સવારે જ મીઠાઈ જમવા દીધી હોત તો વધારે સારુ લાગ્યું હોત. તારી મીઠાઇ આરોગવા માટે કેટલા રૂપ લીધા માખી, કીડી, કુતરો, ભિખારી, પરંતુ તે મીઠાઈને હાથ પણ અડાડવા ન દીધો. આખો દિવસ રાહ જોઈને આખરે મીઠાઇ જમી પરંતુ જમીન ઉપર પડી હોવાથી તેમાં પણ થોડી ધૂળ લાગી ગયા હતા. હવે જયારે પણ ભોગ ધરાવે ત્યારે સારી રીતે ધરાવજે.
ભગવાન દર્શન આપીને જતા રહ્યા. સવારે સુરેશની ઊંઘ ઉડી ત્યારે તેને અહેસાસ થયો કે ભગવાન તો આવ્યા જ હતા પરંતુ તેને ઓળખી ન શક્યો. આપણી સાથે પણ ઘણી વખત જીવનમાં આવું બનતું હોય છે જ્યારે આપણે ભગવાનના સંકેતોને સમજી નથી શકતા, ભગવાન ના પૂજા પાઠની સાથે સાથે બીજા દરેક જીવ પ્રત્યે પણ ઉદારતા દાખવવી જોઈએ.
અને કદાચ એટલા માટે જ કહેવાતું હશે કે માનવ સેવા એ પણ એક પ્રકારની પ્રભુ સેવા જ છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ કમેન્ટ કરીને આ સ્ટોરી ને ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.