પતિએ પત્નીને પૂછ્યું તું આટલા વર્ષોથી ઘરનું બધું કામ કરી રહી છે તને કોઈ દિવસ કામ બાબતે ચિંતા નથી થતી? ત્યારે પત્નીએ એવો જવાબ આપ્યો કે પતિ…

તેને તેની પત્નીને પૂછ્યું તો આટલા વર્ષોથી ઘરનું બધું કામ કરી રહી છે તો તને કોઈ દિવસ ચિંતા નથી થતી કે આ કામ બધું કેવી રીતે પૂરું થશે અથવા આ કામ ક્યારે પૂરું થશે? ત્યારે પત્નીએ કહ્યું કે એવી ચિંતા કરીને ખોટો સમય બગાડવો તેનાથી સારું એ છે કે આપણે એ કામ ધ્યાનથી કરવા લાગીએ તો બને તેટલુ ઝડપી પૂરું થાય અને સાથે સાથે મગજમાં કોઈ જાતની ચિંતા પણ ન રહે.

થોડા જ સમય પછી રમણીકભાઈ પોતાના રૂમમાં અંદર જાય છે ત્યારે તેના ટેબલ માં રહેલા વધારાના કાગળ તે બહાર કાઢે છે, આ નકામા કાગળ ત્યાં પડ્યા પડ્યા જગ્યા રોકી રહ્યા હતા એટલે તેને બહાર કાઢીને બધા કાગળ ન કામ હોવાથી ફાડી નાખ્યા.

અચાનક જ તેને ફરી પાછો વિચાર આવ્યો કે હું ગઇ કાલની ચિંતા સાથે સાથે આજની અને આવતીકાલની ખોટી ચિંતા કરું છું, મારા કરતાં અનેક ગણો વધારે કામ મારી પત્ની કરે છે પરંતુ એને કોઈ દિવસ માથું દુખતું નથી. તેઓ પોતે એના જેટલું પણ કામ ન કરતા હોવા છતાં માથાનો દુખાવો થઈ ગયો.

બસ તે દિવસથી જ આ વિચાર આવ્યો એટલે રમણીકભાઈ નક્કી કર્યું કે પોતાના મનમાં રહેલા બધા જરૂરિયાત વગરના વિચારો ને અને નકામી ચિંતા ને તે નકામા કાગળ ની જેમ પોતાના મનમાંથી દૂર કરી નાખશે, થોડો સમય લાગ્યો પરંતુ થોડા સમય પછી જ તેઓની તબીયત માં સુધારો આવવા લાગ્યો અને થોડા જ સમયમાં જાણે ચમત્કાર થયો હોય તેમ તેઓ એકદમ સ્વસ્થ થઈ ગયા.

આપણા જીવન માં જે ચિંતાઓ વીતી ગઈ છે, તેના માટે આપણે કશું કરી શકીએ નહિ, એ બધી ચિંતા ને કચરા ટોપલી માં ફેંકી દેવી જોઈએ, ભવિષ્ય માટે ચિંતન કરવું પણ, ચિંતા કરવી નહિ. હજુ સુધી જગત માં કોઈ પણ વાત નો ઉકેલ ચિંતા કરવાથી આવ્યો નથી, અને ભવિષ્ય માં પણ આવશે નહિ, માટે કર્મ કરો અને ચિંતા છોડો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.