પતિએ કહ્યું “કાલે મમ્મી પપ્પા આવે છે અને અહીં જમશે” પત્ની બોલી એક રવીવાર પણ મને કોઈ સુવા નહી દે, જાણે હું નોકરાણી જ બની ગઈ છું… માતા પિતા આવ્યા તો…

પ્રાચી ના મમ્મીએ અંદર આવીને પ્રાચી નો આવો ચહેરો જોઈને તરત જ કહ્યું, અરે, તને પણ સવાર સવારમાં શું થયું છે? તારા મોઢા ઉપર આટલું આશ્ચર્ય કેમ છે. શું અંકિતકુમાર એ જણાવ્યું નથી કે અમે આવવાના છીએ? પ્રાચી નો બધો ગુસ્સો ગાયબ થઈ ગયો. તરત તેની મમ્મીને જવાબ આપવા લાગી કે ના મમ્મી, તેઓએ જણાવ્યું હતું પણ…

એટલામાં નીચેથી સામાનનો એક થેલો લઈને અંકિત પણ આવી ગયો અને બધાને કહ્યું અરે શું અહીં જ ઊભા રહેશો? ચલો ઘરની અંદર તો આવો. સાથે સાથે અંકિત પોતાનું સ્મિત રોકી ન શક્યો.

બધા લોકો અંદર આવ્યા અને વાતો કરવા લાગ્યા, વાતો વાતોમાં સમય પસાર થવા લાગ્યો થોડા સમય પછી પ્રાચીના પપ્પાએ તેને કહ્યું અમને અહીં વાતો કરીને જ પાછા મોકલી દેવાનો વિચાર છે કે શું? અરે કંઈક જમવાનું તો આપીશ કે નહીં?

અને આ વાક્ય સાંભળીને પ્રાચી અત્યંત સ્તબ્ધ થઇ ગઈ, કારણકે જમવાનું કેવું બન્યું હશે એ ચાખવાની પણ તસ્દી નહોતી લીધી અને હવે શું થશે તેની ચિંતા થવા લાગી?

રસોડામાં જઈને પોતાના હાથે બનાવેલી બધી રસોઈ બહાર લઈ આવી. અમુક કાચી તો બળી ગયેલી રોટલી સહિત બધી રસોઈ પીરસવામાં આવી. તેના માતા-પિતા જમવા લાગ્યા પરંતુ રસોઈ નો દેખાવ અને તેનો સ્વાદ જોઈને તે બંનેને નવાઈ લાગી કારણકે તેની દીકરી ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં માહિર હતી તો પછી આજે જમવાનું આવું કેમ બન્યું છે? તેઓ વિચારવા લાગ્યા…

પ્રાચી તો તેના માતા-પિતા સાથે આંખો પણ મેળવવી નહોતી શકતી કારણકે તેને અત્યંત શરમ આવી રહી હતી, બધા લોકો જમીને હોલમાં ભેગા થયા અને ફરી પાછા વાતો કરવા લાગ્યા. ઘરમાં મુખવાસ પૂરો થઈ ગયો હોવાથી અંકિત નીચે મુખવાસ લેવા માટે ગયો.

અંકિત ગયો કે તરત જ પ્રાચી ની માતા તેને પૂછવા લાગી કે તે મારા પ્રશ્નનો જવાબ હજુ નથી આપ્યો, શું અંકિતકુમાર એ જણાવ્યું નહોતું કે અમે આવી રહ્યા છીએ?

પ્રાચી ના મોઢે થી બોલાય ગયું કે તેઓ તો માત્ર એટલું જ કહ્યું હતું કે મમ્મી પપ્પા આવે છે મને થયું કે મારા સાસુ અને સસરા આવી રહ્યા છે. પરંતુ તમે આવી રહ્યા છો એ મને નહોતી ખબર…

પ્રાચીની માતા ને સમજવામાં વાર ન લાગી કે આખરે શું થયું છે, અને તે આખો મામલો સમજી ગઈ. તેને પોતાની દીકરીની વિચાર શક્તિ ઉપર શરમ પણ આવી અને પોતે ઉદાસ પણ થઈ ગયા.

થોડા સમય પછી તેને પોતાની દીકરીને સમજાવતાં કહ્યું કે બેટા અમે હોય કે પછી તારા સાસુ સસરા, તારે દરેકનું સન્માન કરવું જોઈએ. અમે તો માતાપિતા છીએ પરંતુ ઘરમાં આવેલ દરેક મહેમાન ને સન્માનથી બોલાવવા જોઈએ. તમે જેટલું દરેકને સન્માન અને આદર આપશો એટલો જ આદર અને સન્માન તમને મળશે.

જેવી રીતે અંકિતકુમાર અમારું માન સન્માન જાળવે છે કેવી રીતે તારી પણ ફરજ છે કે તારે પણ તારા સાસુ-સસરાને તારા માતા પિતાની જેમ જ માન સન્માન આપીને તેનો આદર કરવો જોઈએ. કોઈ પણ સંબંધ હોય પરંતુ ક્યારેય સંબંધમાં અંતર ન રાખવું જોઈએ. નહીંતર સંબંધ બગડતા સમય નથી લાગતો.

પ્રાચી આ બધું સાંભળીને રડવા લાગી, પ્રાચી અત્યંત શરમ અનુભવવા લાગી અને તેની માતાને વચન આપ્યું કે આજ પછી કોઈ દિવસ આવું નહીં થાય.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel