ધાર્મિક અને અમી ના લગ્ન થયા ને છ વર્ષ થઈ ચૂક્યા હતા. બંને લોકો સુખી પરિવાર માંથી આવતા હોવાથી બંને ના લગ્ન અત્યંત ધામધૂમથી કરવામાં આવ્યા હતા.લગ્ન પછી બંને લોકો વિદેશ ફરવા પણ ગયા હતા. સંયુક્ત પરિવારમાં ધાર્મિક અને અમી રહેતા હતા.
લગ્ન થયાના થોડા વર્ષો સુધી તો તે બંનેનું દામ્પત્યજીવન અત્યંત સુખી હતું. કોઈપણ ના લગ્ન જીવન ની જેમ બંને વચ્ચે નાની મોટી રકઝક થયા કરતી પરંતુ એકંદરે તેઓ બંને સુખેથી સાથે રહેતા હતા. પૈસાની પણ કોઈ ખામી ન હોવાથી ધાર્મિક અને અમી બંને અત્યંત વૈભવી રીતે રહેતા હતા.
અમી ખૂબ જ સુખી પરિવારમાંથી આવતી હતી. પરંતુ તેનું વ્યક્તિત્વ એકદમ સરળ હતું, અને નાનપણથી જ તે પણ સંયુક્ત કુટુંબમાં રહેલી હોવાથી તેનામાં સંસ્કારનું સિંચન ખૂબ જ સારી રીતે થયું હતું. અને એટલા માટે જ ધાર્મિક માટે અમીને પસંદ કરવામાં આવી હતી.
લગ્નના બે વર્ષ સુધી તો બંને લોકો સુખેથી રહેતા હતા, પરંતુ થોડા વર્ષો પછી તે બંને વચ્ચે નાની-મોટી રકઝક ક્યારેક ક્યારેક મોટા ઝઘડા નું સ્વરૂપ લેવા લાગી. ઘણી વખત એવું પણ થતું કે બંને લોકો ઝઘડવા લાગતા અને પરિવાર વચ્ચે આવીને તેને સમજાવતો ત્યારે ફરી બંને શાંત થતા.
એક દિવસ આવી જ રીતે કોઈ કારણોસર તે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને વાત આગળ વધી ગઈ, બંને એકબીજા સાથે બોલતા નહીં. પરિવારને હજુ ખબર પણ નહોતી પડી કે બંને વચ્ચે ઝઘડો થયો છે કારણ કે એ જ ઝઘડો તેઓ બહાર ગયા હતા ત્યારે થયો હતો.
ઝઘડો થયાના બીજા દિવસે ધાર્મિક ને મોડીરાત્રે તરસ લાગી હોવાથી તે નીચે આવ્યો અને રસોડામાં જઈને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી. પાણીની બોટલ લઈને હજુ પાણી પીવા જઇ રહ્યો હતો, એવામાં અચાનક તે ગભરાઈ ગયો.
તેની પત્ની એટલે કે અમી તેની પાછળ જ ઉભી હતી, પહેલા તો તે અત્યંત ગભરાઈ ગયો, પછી પાણી પીવા જઇ રહ્યો હતો તો તેની પત્નીએ તેના હાથમાંથી ગ્લાસ લઈ લીધો. અને કહ્યું કે આપણી વચ્ચે ભલે ઝઘડો ચાલતો હોય પરંતુ મને તમને પાણી આપવામાં ખુશી મળે છે.
એટલે હું જ તમને પાણી આપીશ અને તે મારો હક અને ફરજ પણ છે. તમે રૂમમાં જતા રહો, હું પાણી લઈને આવું છું. ધાર્મિક સામે જવાબ આપતા કહ્યું કે મારા હાથ પગ હજુ ચાલે છે અને હું જાતે પાણી લઈ શકું છું, આટલું કહીને ધાર્મિક પોતાના બેડરૂમમાં આવે છે.