હું ઘર છોડીને જાઉં છું. મને આ ઘરમાં રહેવું હવે જરા પણ પસંદ નથી. છ વર્ષ પહેલાં જ્યારે મારા લગ્ન થયા હતા ત્યારે લગ્નજીવનમાં શરૂઆતમાં થોડી તકલીફ પડી હતી.
પરંતુ ત્યાર પછી હું પણ સાસરીમાં સેટ થઈ ચૂકી હતી, અમારે બંનેને એક બાબતે ઝઘડો થયો અને બે વર્ષ પછી હું પિયર આવી ત્યારથી અત્યાર સુધી મને ઘણો પસ્તાવો થઈ રહ્યો છે.
આપણા સગા સંબંધીઓએ અને આપણા ઘરમાં થી પણ મને જે સલાહ આપવામાં આવી હતી એ સલાહ મુજબ મેતો કેસ પણ કર્યો અને અંતે છૂટાછેડા પણ થઈ ગયા. પરંતુ વર્ષો પછી આજે મને ઘણા વિચારો આવે છે ત્યારે એટલું જરૂર કહેવા માંગીશ કે એ વખતે જો મેં તમારી બધાની વાતો માં આવી જઈને જે કર્યું તે ન કર્યું હોત તો આજે મારા પણ મારી બહેનપણીઓ ની જેમ બાળકો હોત.
ભલે અમે ઝઘડીએ પરંતુ સાથે રહેવા વાળા પતિ આજે મારી સાથે પણ હોત. હું કોઈનો વાંક કાઢવા નથી માંગતી પરંતુ બધા લોકોને માત્ર એટલું કહેવા માંગું છું કે બધા લોકો તમને સલાહ આપશે પરંતુ તમારો સાથ આપનારા ઘણાં ઓછા લોકો નીકળે છે. અને જ્યારે ખબર પડે કે આપણી જિંદગી બરબાદ થઈ ગઈ ત્યારે બીજું કંઈ કામ નહીં આવે.
સાસરીમાં મારુ માનપાન જોઈને હું ખૂબ જ હરખાતી, આપણા ઘર કરતાં પણ ત્યાં અત્યંત સારું વાતાવરણ હતું. મને અહીંયા કરતા પણ ત્યાં વધારે ગમતું પરંતુ ખબર નહીં એક નાના ઝઘડા ને કારણે આટલું મોટું પરિણામ આવશે એની ખબર નહોતી, અને છુટાછેડા સમયે પણ હું બધા સંજોગો માટે તૈયાર હતી પરંતુ આજે વર્ષો પછી જ્યારે વિચાર કરીએ ત્યારે એવું લાગે કે કોઈપણ ની વાતો માં આવ્યા વગર જો મેં શાંતિથી વિચાર કરીને મારી રીતે નિર્ણય લીધો હોત તો પતિ ત્યારે તેડવા આવ્યા ત્યારે હું તેની સાથે જતી રહી હોત.
ઝઘડો થઈ જાય ત્યારે સંબંધોને પુરા કરવાથી કંઈ જ મળતું નથી, એનાથી સારું એ છે કે તમે બે ચાર દિવસ માટે નારાજ થઈ જાઓ. પરંતુ સંબંધ પુરા કરવાથી કંઈ જ મળતું નથી.
પત્રમાં છેલ્લે તેણે લખ્યું કે મારી ચિંતા ન કરતા, હું મારી રીતે મારી જિંદગી પસાર કરી લઈશ. પિયરમાં છૂટાછેડા પછી ઘણા સમય વિતાવ્યો ત્યારે મને એ પણ એહસાસ થઈ ગયો કે જો હું સાસરીમાં હોત તો કેટલી ખુશ રહી શકી હોત.
પત્ર વાંચીને મયુરી ના માતા ના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી, વર્ષો જૂની બધી વાતો તેના નજર સમક્ષ આવી ગઈ. દીકરી ના શબ્દો ખૂબ જ કડવા હતા પરંતુ તેની માતાને આ શબ્દો સત્ય પણ લાગતા હતા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.