પત્ની ફરી પાછું પૂછ્યું અરે તમારું ચસકી ગયું છે કે શું? આવું બધું તોફાન આવી રહ્યું છે કોઈ પણ ક્ષણે આપણો જીવ ચાલ્યો જાય તેવી સ્થિતિ છે પરંતુ તમને જરા પણ ડર નથી લાગતો?
પતિએ પત્નીની સામે જોયું, ફરી પાછું હસવા લાગ્યો ત્યાર પછી આજુબાજુમાં જોઈને જાણે કંઈ શોધતો હોય તેમ જોવા લાગ્યો. થોડે દુર પડેલું એક ચપ્પુ લઈને પત્ની પાસે ગયો.
પત્ની હજુ પણ ભય સાથે તેનો પતિ શું કરી રહ્યો છે તે સમજવાની કોશિશ કરી રહી હતી એવામાં તરત જ તેના પતિએ તે ચપ્પુ લઇને પત્નીથી એકદમ નજીક ગયો અને ચપ્પુ પણ એકદમ નજીક રાખ્યું. પછી પતિએ તેની પત્નીને પૂછ્યું કે તને ડર નથી લાગતો કે હું આ ચપ્પુથી તને નુકસાન પહોંચાડીશ?
ત્યારે પત્ની એ મિશ્ર પ્રતિભાવ સાથે કહ્યું અરે જો આ ચપ્પુ તમારા હાથમાં હોય તો મને ડર તો ના જ લાગે ને, દરિયાના મોજા થી તે ખૂબ જ ડરી રહી હતી પરંતુ સાથે સાથે પતિના સવાલ ને કારણે તેને થોડું હસવું પણ આવી રહ્યું હતું. પત્નીએ કહ્યું મને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે મને નુકસાન ન પહોંચાડી શકો…
પતિને જાણે જે જવાબ જોતો હતો તે મળી ગયો એટલે તેને તરત જ ચપ્પુ પત્ની થી નજીક રાખ્યું હતું તે લઈ લીધું અને ત્યાર પછી પત્નીને સહજતાથી કહ્યું બસ હું તને એ જ સમજાવવા માગું છું.
પત્નીને ફરી પાછી કંઈ ગતાગમ ન પડી એટલે ફરી પાછું પૂછ્યું કે તમે આખરે શું કહેવા માંગો છો? ત્યારે પતિએ જવાબ આપતા કહ્યું કે તને જેમ મારી ઉપર વિશ્વાસ છે એવી જ રીતે મને આપણા ભગવાન ઉપર વિશ્વાસ છે. આ તોફાન ભલે ગમે તેટલું મોટું હોય પરંતુ અંતે મને ભગવાન ઉપર વિશ્વાસ છે કે એ આપણને કંઈ જ નહીં થવા દે.
અને થોડા જ સમય પછી તોફાન ધીમે ધીમે નબળું પડવા લાગ્યું અને ફરી પાછું જહાજ તેની સામાન્ય રીતે ચાલવા લાગ્યું. પતિનો ભગવાન ઉપરનો ભરોસો જોઈને પત્ની પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી કે ભગવાન ઉપર જો આવો વિશ્વાસ દરેક લોકો કરવા લાગે તો કોઈપણ મુશ્કેલી નો સામનો કરવો આસાન થઈ જાય છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.