શું તમે નથી જાણતા કે આ ઉંમરલાયક વ્યક્તિના જીવનમાં કેટલી તકલીફો ઊભી કરી શકે છે? થોડા સમય સુધી બંને લોકો એકબીજા સાથે બોલી રહ્યા હતા એવામાં રાજેશના માતાને ઊંઘ આવી ગઈ. ત્યારે રાજેશ પોતાની પાસે રહેલી ગોળી ની ડબ્બી તેના પત્નીના હાથમાં આપી અને ઈશારો કરી માતાના રૂમમાંથી બહાર લઈ ગયો.
પત્નીએ ડબ્બી જોઈ તો તે ડબ્બી વિટામિનના ટીકડીની હતી.. તેની અંદર બધી ગોળીઓ વિટામિનની હતી. ત્યારે તેને રાજેશ ને કહ્યું કે તમે માતા સાથે પણ જૂઠું બોલો છો? ત્યારે તેના પતિએ જવાબ આપતા કહ્યું કે માતાએ જીવનમાં મારા માટે ખૂબ જ તકલીફ વેઠી અને ભણાવ્યો છે.
મને કાયમ માટે તેની તકલીફ ની કોઈ દિવસ ખબર પડવા દીધી નથી. ત્યારે તે પણ મારી સાથે જૂઠું જ બોલતી હતી, જેનો આ સમયે હવે હું બદલો લઈ રહ્યો છું.
મને ડોક્ટર બનાવવા માટે તેમને તેના જીવનની બધી મરણ મૂડી ખર્ચ કરી નાખી અને સાથે સાથે મહેનત પણ કરી. અને તેને જેટલું મળતું તે બધું મારી પાછળનું છ વર્ષ કરી નાખ્યું છે, આજે પણ તેને જ્યારે રાત્રે તેના દુઃખના દિવસો યાદ આવે ત્યારે મારી પાસે નિંદરની ગોળી માંગે છે.
પરંતુ જે માતાએ આટલો બધો પોતાના જીવનનો ભોગ આપીને મને ડોક્ટર બનાવ્યો છે તેને હું ડોક્ટર થઈને નુકસાન કરતી નીંદર ની ગોળી કઈ રીતે આપી શકું? એટલા માટે જ હું તેને વિટામિન ની ગોળી આપી રહ્યો છું. પતિ પત્ની વાત કરી રહ્યા હતા તેના ચહેરા ઉપર ગંભીર હાસ્ય તો હતું પરંતુ એક સંતોષ ભરેલું સ્મિત હતું.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.