રાજેશ ભણી ગણીને ડોક્ટર થઈ ગયો હતો. તેના માતા પિતા પહેલેથી જ તેને ડોક્ટર બનાવવા ઈચ્છતા હતા.. ભણવામાં હોશિયાર રાજેશ અંતે ડોક્ટર થઈ ચૂક્યો હતો, તેના પિતાનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું અને તેની બધી બહેનો મોટી હતી જેના લગ્ન થઈ ગયા હતા.
ડોક્ટર બન્યા પછી થોડા જ સમય પછી રાજેશ ના લગ્ન માટે વાતો થઈ રહી હતી અને ટૂંક સમયમાં જ ડોક્ટર યુવતી સાથે તેના લગ્ન કરી દેવામાં આવ્યા હતા.. પતિ અને પત્ની બંને ડોક્ટર હતા અને બંને લોકો સાથે જ હોસ્પિટલમાં પણ કામ કરતા. લગ્ન થયા અને લગભગ એક વર્ષ જેવું થઈ ચૂક્યું હતું.
રાજેશ ની પત્ની ઘણા સમયથી જોઈ રહી હતી કે રાજેશ દરરોજ રાત્રે તેની માતાને ઊંઘ થઈ જાય એના માટે એક ગોળી આપતો અને પછી જ તેના માતાને નીંદર આવતી. તે પોતે પણ ડોક્ટર હોવાથી આ વાત જાણીને તરત જ રાજેશ ની પત્નીએ તેના સાસુને કહ્યું હતું કે આ નીંદરની ગોળી તમારી તબિયત ને એકદમ નુકસાન પહોંચાડી શકે છે.
તમારે આ ગોળી ખાવાની આદત બદલવી જોઈએ અને આજથી જ તમને રાત્રે સૂતી વખતે ગોળી નહીં મળે અને નીંદર ની ગોળીથી થતા નુકસાન વિશે લગભગ ઘણા સમય સુધી તેને સાસુને જાણે લેક્ચર આપી દીધું. પરંતુ બધી વાતો સાંભળીને પણ રાજેશ ની માતા નીંદર ની ગોળી માટે જીદ કરી રહ્યા હતા.
પરંતુ વહુને નીંદરની ગોળીની આડ અસરો વિશે ખબર હોવાથી તે પણ ના પાડી રહી હતી અને એક નહીં અનેકવાર કહ્યા છતાં તેને ગોળી ન આપી તે ન જ આપી. અંતે રાજેશના માતાએ ગુસ્સામાં તેના દીકરાને બોલાવ્યો ત્યારે દીકરો આવ્યો અને બધી વાત સાંભળી.
વાત સાંભળીને તરત જ તેની માતા પાસે ગયો અને કહ્યું આ લો, આ તમને ગોળી આપી રહ્યો છું, પાણી સાથે લઈ લેજો. એમ કહીને પાણીનો ગ્લાસ આપ્યો.. દવા પીવડાવી આ જોઈને રાજેશ ની પત્ની રાજેશ ઉપર એકદમ ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે તમે ડોક્ટર થઈને તમારી માતાનું અહિત કેમ ઈચ્છો છો?