ત્યારે ગરીબ મિત્ર ની આંખ માંથી આસું નીકળવા લાગે છે, અને તે ધનવાન મિત્ર ને લઇ ને બાજુ ના ઓરડા માં જાય છે. અને ત્યાં તેના તેની બીમાર દીકરી ને બતાવતા કહે છે, કે કાલે હું તમારે ત્યાં આવતો હતો ત્યારે મારી આ બીમાર દીકરી એ મને કહ્યું હતું કે પપ્પા મને મીઠાઈ ખાવાનું બહુ જ મન થયું છે.
તો મારા માટે લેતા આવશો? એટલે મારી થાળી માં આવેલી મીઠાઈ મેં મારા ખિસ્સામાં મૂકી હતી. મારી દીકરી માટે અને ત્યારે તમે મારા ખિસ્સા ની તપાસ કરો તો વીંટી ના બદલે મીઠાઈ મળે તો મીઠાઈ ચોરી કરવાનો આરોપ બધા ની વચ્ચે મારા પર આવે.
અને એટલા માટે જ મેં મારું અપમાન તો સહન કરી લીધું પણ બધા ની વચ્ચે સાચી વાત કહું તો તેમાં મારી દીકરી નું નામ પણ લેવું પડે અને એટલે જ મેં રાતે બધા ની વચ્ચે મારા ખિસ્સા ની તપાસ કરવા દીધી નહોતી. આ વાત સાંભળીને તેના મિત્રની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા.
તરત જ તેની દીકરીના ખબર અંતર પૂછીને થોડા સમય પછી ત્યાંથી નીકળી ગયો અને થોડા સમય પછી પાછો આવી અને અનેક ભેટ સોગાદો અને મીઠાઈઓ દીકરીને આપી અને કહ્યું જલદીથી સાજી થઈ જજે પછી આપણે બધા ફરી પાછા પાર્ટી કરીશું.
માતા પિતા પોતાના સંતાનોની નાની નાની ખુશી માટે પણ ઘણું બધું સહન કરી અને તેને મોટા કરે છે માટે દરેક સંતાન ને વિનંતી છે કે માતા પિતા નું ધ્યાન રાખે ઘરમાં તેનું મન સન્માન જળવાઈ રહે. અને કોઈ વાત નું દુઃખ ના લાગે તેવું ખાસ ધ્યાન રાખવું કારણ કે આપણ ને મોટા કરવામાં તેને કેટલી તકલીફ ઉઠાવી છે કેટલા દુ ખ સહન કર્યા છે તેની આપણે કલ્પના પણ કરી શકાય નહિ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.