એક ધનવાન વ્યક્તિ એ તેના જન્મ દિવસે પાર્ટી રાખી હતી તેના બધા મિત્રો ધનવાન હતા પરંતુ એક મિત્ર ગરીબ હતો પરંતુ તે ધનવાન વ્યક્તિ નો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર હતો ભોજન ચાલી રહ્યું હતું.
ત્યારે ધનવાન મિત્ર ને ખબર પડી કે તેને પહેરેલી હીરા ની અતિ કિંમતી વીંટી તેની આંગળીમાંથી સરકી ને કશે પડી ગઈ છે ઘરના બધા સભ્યો અને આવેલા બધા મિત્રો વીંટી શોધવા લાગ્યા.
પરંતુ હીરા ની વીંટી ક્યાંય મળી નહિ એટલે એક ધનવાન મિત્ર એ કહ્યું કે હવે બધાની તપાસ કરો કોઈ એ લાલચ માં આવીને પોતાના ખિસ્સા માં મૂકી તો નથી ને?
એટલે બીજા મિત્ર એ તેમાં સાથ પુરાવતા કહ્યું કે વાત બરાબર છે બધા ની તપાસ થવી જોઈએ કારણ કે એક માણસ ના હિસાબે બધા લોકો કાયમ માટે શંકા માં રહે તેના કરતા અત્યારે જ બધી ચોખવટ થઈ જવી જોઈએ.
બધા લોકો ના ખિસ્સા ની તપાસ કરવામાં આવે છે, પણ તે ગરીબ મિત્ર તેના ખિસ્સા ની તપાસ કરવાની મનાઈ કરે છે. ત્યારે બાકી ના આવેલા મિત્રો તેનું અપમાન કરે છે.
અને થોડીવાર માં બધા લોકો પોતાની ઘરે ચાલ્યા જાય છે. બીજા દિવસે સવાર ના ધનવાન મિત્ર કે જેનો જન્મદિવસ હતો,તેને પહેરેલા કોટ ના ખિસ્સામાંથી જ તેની હીરા ની કિંમતી વીંટી મળી આવી.
અને તે ત્યાંથી પોતાના ગરીબ મિત્ર ના ઘરે જાય છે અને વીંટી મળી ગયા ની વાત કરી અને ગરીબ મિત્ર ના અપમાન કર્યા બદલ માફી માંગે છે. અને પૂછે છે કે તારી પાસે વીંટી હતી જ નહીં તો પછી તપાસ કરવાનો કેમ વિરોધ કરી રહ્યા હતા.