એક દિવસ અચાનક એ રાતના સૂતો હોય છે, નિંદર નથી આવતી બારીની બહાર થી અંદર આવી રહેલો ચંદ્ર નો પ્રકાશ રૂમમાં થોડું અજવાળું કરી રહ્યો હોય છે. તે બારીની બહાર જોઈ રહ્યો હતો, અને જોતજોતામાં તેને ઊંઘ આવી ગઈ.
ઊંઘ આવ્યા પછી થોડા સમય પછી તેને એક સપનું આવે છે. જેમાં તેને ભક્તિ દેખાય છે પરંતુ ભક્તિની સાથે તેની ઉંમરની લગભગ બીજી ઘણી બધી છોકરીઓ હતી. આ બધી છોકરીઓ ચાલી રહી હતી, પારસ ભક્તિને જોઈને ખૂબ ખુશ થાય છે.
પરંતુ તેનું ધ્યાન પછી પડે છે કે બધી છોકરીઓ એ ફેરી ડ્રેસ પહેરેલો હોય છે અને બધાના હાથમાં સળગી રહેલી મીણબત્તી હોય છે. પરંતુ જેવી તેની નજર ભક્તિ પર ધ્યાન થી પડી કે તેને જોયું કે તેના હાથમાં મીણબત્તી તો હતી પરંતુ એ સળગી રહી નહોતી.
ભક્તિ ને તરત જ પારસ પૂછે છે કે આ તારી મીણબત્તી કેમ સળગી નથી રહી?
ત્યારે ભક્તિ તેના જવાબ આપતા કહે છે કે પારસ જ્યારે પણ હું આ મીણબત્તીને સળગાવવાની કોશિશ કરું છું ત્યારે તુ જે મારી યાદમાં આંસુ વહાવે છે તે આ મીણબત્તી પર પડે છે અને મીણબત્તી ઓલવાઈ જાય છે. મહેરબાની કરીને આ રીતે મારી યાદમાં તું રડીશ નહીં.
હજુ તો પારસ તેને કંઈ જવાબ આપે તે પહેલાં જ તેની આંખ ખૂલી જાય છે અને સફાળો ઉંઘમાંથી બેઠો થઇ જાય છે. પહેલા તો ખૂબ રડવા લાગે છે પછી તે પોતાની જાતને સમજાવી લે છે અને મનોમન નક્કી કરી લે છે કે હવે હું ખુશ રહીને ભક્તિ ને બતાવીશ.
આ સ્ટોરીનો મોરલ સમજવાની કોશિશ કરશો તો જાણવા મળશે કે જો તમે કોઇને પણ સાચો પ્રેમ કરતા હોય તો જ્યારે પણ એ તમારા જીવનમાંથી વિદાય લે ત્યારે બધા લોકોને તેની ખૂબ યાદ આવે છે, પરંતુ એની યાદમાં રડવા કરતા એની ખુશી માટે જો આપણે ખુશ રહીને જીવીને બતાવી શકીએ તો કદાચ એ વ્યક્તિ પણ ખુશ થાય છે. કારણ કે વ્યક્તિ તો આપણને છોડીને ચાલ્યો જાય છે પરંતુ પ્રેમ હંમેશા માટે અહીં જ રહે છે અને પ્રેમ કદાપિ મરતો નથી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને ખાસ કરીને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગમાં આપજો.