અકબર અને બીરબલની વાતો આમ તો મશહૂર છે, પણ અત્યારે રજુ કરવામાં આવે છે કે તે વાત કદાચ કોઈ ની જાણ માં નહીં હોય. એક વખત અકબર બપોરે જમીને બેઠા હતા, અને તેનું પાન આપવામાં આવ્યું અકબરે પાન મોઢામાં નાખતા જ બહાર કાઢ્યું, અને કહ્યું કે આ પાન જેને પણ બનાવ્યું છે.
તેને મારી સામે હાજર કરવામાં આવેતે દિવસે એવું થયું હતું કે અકબર નું પાન બનાવવા વાળો પોતાની ખરાબ તબિયત ના હિસાબે આવી શક્યો નહોતો તેથી તેના બાર તેર વર્ષ ના પુત્ર ને પાન બનાવવા માટે મોકલ્યો હતો એક સૈનિક પાનવાળા ના છોકરા ને બોલાવવા માટે તેના ઘરે જઈ રહ્યો હતો.
એવામાં બીરબલ ત્યાં આવી અને તે સૈનિક ને મહેલ માં પાછો મોકલી આપ્યો અને તે છોકરાને તેડવા માટે ગયા બીરબલ ને તો ખબર હતી કે છોકરાથી પાન માં ચૂનો વધારે લાગી ગયો છે તેને લઇ ને અકબર નો ગુસ્સો સાતમે આસમાને ગયો છે તેથી તે છોકરા ને તેના ઘરે થી લઇ ને આવી રહ્યા હતા.
ત્યારે બજાર માં આવેલી ઘી ની દુકાને થી એક લોટો ભરી અને ઘી તે છોકરાને પીવડાવી દીધું. કારણ કે અકબર ક્યારે શુ કરે તેનું કઈ નક્કી નહિ અને તરત જ અકબર ની સામે ગયા અકબર ની સામે ગયા એટલે અકબરે એક વાટકો ભરી અને ચૂનો મગાવ્યો થોડીવાર માં ચૂનો આવી ગયો.
અને તે છોકરાને હુકમ કર્યો કે આ વાટકો ભરી અને ચૂનો આવ્યો છે એ તારે ખાઈ જવાનો છે છોકરા એ બીરબલ ની સામે નજર કરતા બીરબલે મૂછ માં હસતા હસતા કહ્યું કે ખાઈ જા એટલે છોકરો વાટકો ભરી અને ચૂનો ખાઈ ગયો અને સામે જ બેઠો હતો ઘણો સમય થયો પણ છોકરા ને કશું થયું નહિ.
એટલે અકબરે બીરબલ ને પૂછ્યું કે મારા પાન માં ચૂનો વધારે લાગી ગયો તેથી મારુ મોઢું આવી ગયું છે પરંતુ આ છોકરા એ તો આખો વાટકો ભરી અને ચૂનો ખાધો તો પણ તેને કશું થયું નહિ ત્યારે હસતા હસતા બીરબલે કહ્યું કે રાજા તમે મહેલ ના ગુલાબ છો અને આ છોકરો જંગલ નું ગુલાબ છે.