પંડિતજી એ સંત પાસે ભક્તિ માંગી, ત્યારે સંતએ કહ્યુ એ નહીં મળે! પંડિતજી એ કારણ પુછ્યુ તો કારણ જાણીને તે…

અયોધ્યા માં એક ઉચ્ચ કોટિ ના સંત રહેતા હતા. તેઓને રામાયણ સાંભળવાનું જાણે વ્યસન હતુ. જ્યાં પણ કથા ચાલતી હોય, તે ત્યાં પહોંચી જતા અને ત્યાં જઈને ખુબ જ પ્રેમ થી કથા સાંભળતા. કોઈ કોઈ વખતે તો તેઓ કોઈ કથા પ્રેમી ને અથવા સંતને કથા કહેવાની વિનંતી કરતા.

એક દિવસ રામ કથા સંભળાવવા વાળુ કોઈ મળ્યુ નહિં, એટલામાં જ ત્યાંથી એક પંડિતજી પસાર થઈ રહ્યા હતા. સંતે જોયું કે પંડિતજી રામાયણ પોથી લઈને જઈ રહ્યા હતા.

એટલે સંત પંડિતજી ની સામુ જોઈ રહ્યા હતા, એવામાં પંડિતજી નું ધ્યાન સંત પર પડ્યુ. પંડિત જી એ સંત ને પ્રણામ કર્યા અને પુછ્યુ કે કહો મહારાજ! શું સેવા કરુ આપની?

સંતે કહ્યુ પંડિતજી, મારે રામાયણ ની કથા સાંભળવી છે પરંતુ મારી પાસે દક્ષિણા દેવા માટે એક રુપિયો પણ નથી, હું તો માત્ર એક સાધુ છુ.

માળા, લંગોટ અને કમંડળ સિવાય મારી પાસે બીજું કશું નથી અને હા કથા પણ મારે એકાંત માં સાંભળવાની ઈચ્છા છે.

આટલું સાંભળીને પંડિતજી એ કહ્યુ, ઠીક છે મહારાજ, સંત અને કથા સંભળાવવા વાળા પંડિતજી બંને સર્યુજી મા કિનારે જઈને બેઠા.

પંડિતજીએ અને સંત રોજ એક જ સમય પર આવે અને ત્યાં બિરાજતા અને કથા ચાલતી રહેતી. સંત ખૂબ જ પ્રેમથી કથા સાંભળતા રહેતાં અને કથા સાંભળી ને ભાવવિભોર થઈને ક્યારેક-ક્યારેક નૃત્ય કરવા લાગતા તો ક્યારેક ક્યારેક તેઓ રડવા પણ લાગતા.

ધીમે ધીમે કથા આગળ વધતી ગઈ, જ્યારે કથા સમાપ્ત થઈ ગઈ ત્યારે સંતે પંડિતજીને કહ્યું પંડિતજી તમે ખૂબ જ સરસ રીતે કથા સંભળાવી. હું ખુબ જ પ્રસન્ન થયો છું, મારી પાસે દક્ષિણા દેવા માટે રૂપિયા તો નથી પરંતુ આજે તમારે જે જોઈએ તે માગી લો.

સંત સિદ્ધ કોટિના પ્રેમી હતા, શ્રી સીતારામજી સાથે પણ તેઓ નો સંવાદ થયા કરતો. પંડિતજીએ કહ્યું મહારાજ હું ખૂબ જ ગરીબ છું મારે ઘણું બધું ધન જોઈએ છે. બસ મને ઘણું બધું ધન મળી જાય તો…

સંતે ભગવાન ને પ્રાર્થના કરી કે પ્રભુ આને કૃપા કરીને ધન આપી દો.

ભગવાન મુસ્કુરાયા, એટલે સંત બોલ્યા તથાસ્તુ.

ફરી પાછું સંતે પંડિતજીના પૂછ્યું માંગો હજી તમને શું જોઈએ છે?

તો પંડિતજીએ કહ્યું કે મારી ઘરે એક પુત્રનો જન્મ થઈ જાય.

સંતે ફરી પાછી પ્રાર્થના કરી અને ભગવાન રામ મુસ્કુરાવા લાગ્યા.

સંતે કહ્યું તથાસ્તુ, તમારે ત્યાં ખૂબ જ સારો અને જ્ઞાની પુત્રનો જન્મ થશે.

પછી સંતે કહ્યું હજુ તમારે કંઈ માગવું હોય તો માંગી લો.

પંડિતજીએ જવાબ આપતા કહ્યું શ્રી સીતારામજી ની અખંડ ભક્તિ, તેમજ તેઓનો પ્રેમ મને પ્રાપ્ત થાય.

સંત તરત જ બોલ્યા નહીં, આ નહીં મળે.

પંડિતજીએ સંતનો આવો જવાબ સાંભળ્યો એટલે તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે મહાત્મા આ શું બોલી ગયા? પંડિતજીએ પૂછ્યું સંત ભગવાન, મને આ વાત જરા સમજમાં ન આવી. તમે કેમ ના પાડી?

સંતે કહ્યું તમારા મનમાં સૌપ્રથમ પ્રાથમિક્તા ધનની, સન્માનની અને ઘરની છે. બીજી પ્રાથમિકતા તમારી પુત્રની છે અને અંતિમ પ્રાથમિકતા ભગવાનની ભક્તિની છે.

જ્યાં સુધી આપણે સંસારમાં, પરિવાર, ધન, પુત્ર વગેરેના પ્રાથમિકતા આપીએ છીએ ત્યારે ભક્તિ મળતી નથી.

***

ભગવાને જ્યારે કેવટ ને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? ત્યારે કેવા માટે કંઈ જ માંગ્યું ન હતું.

રામકથા માંથી લિધેલી અમુક ચોપાઈનો ભાવાર્થ અહીં નીચે છે.

નિષાદરાજ અને લક્ષ્મણજી સહિત શ્રી સીતાજી અને શ્રી રામચંદ્રજી નાવમાં થી ઉતરી ને ગંગાજી ની રેતીમાં ઊભા રહી ગયા. ત્યારે કેવટે ઉતરીને પ્રભુ સમક્ષ જોઈને તેઓને દંડવત કર્યા, કેવટ ને દંડવત કરતો જોઈને પ્રભુને સંકોચ થયો કે કેવટને કશું આપ્યું નહીં.

***

પતિના હૃદયને જાણવાવાળી સીતાજી એ આનંદ ભરેલા મનથી પોતાની હીરા જડિત વીટી ને આંગળીમાંથી ઉતારી. કૃપાળુ શ્રી રામચંદ્રજીએ કેવટ ને કહ્યું કે નાવ ની મજૂરી લઈ લે. કેવટ એ વ્યાકુળ થઈને પ્રભુશ્રી રામના ચરણ પકડી લીધા.

***

તેને કહ્યું, હે નાથ, આજે મને શું-શું નથી મળ્યું! મારા દોષ, દુઃખ અને દરિદ્રતા ની આગ આજે બુઝાઈ ગઈ છે. મેં ઘણા સમય સુધી મજૂરી કરી, વિધાતાએ આજે મને ખૂબ જ સારી અને ભરપૂર માત્રામાં મજૂરી આપી દીધી છે. ભગવાનના વારંવાર કહેવા છતાં પણ કેવટે કશું જ લીધુ નહીં, ત્યારે જઈને પ્રભુએ તેને ભક્તિ પ્રદાન કરી. હનુમાનજીને જાનકી માતા એ અનેક વરદાન આપ્યા, બળ, બુદ્ધિ, સિદ્ધિ, અમરત્વ વગેરે પરંતુ તેઓએ કંઈ પ્રસન્નતા વ્યક્ત કરી નહીં. એટલે આખરે જઈને જાનકી માતા અને પ્રભુ શ્રીરામ શ્રી રામજી નો પ્રેમ અને અખંડ ભક્તિ નું વરદાન આપ્યું.

કોની ભક્તિમાં જ શક્તિ છે અને શક્તિથી જ જીવનમાં મોક્ષ પ્રાપ્ત થઇ શકે છે, જો મનમાં લગન હોય તો આપણે કશુ એવી વસ્તુ નથી જે ન પામી શકીએ.

error: Content is Protected!