એ લોકો જે ઘરમાં રહેતા હતા તે ઘરને હમણાં જ રિનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર તે રૂમ નું રીનોવેશન થયું ન હતું કે પછી કરવામાં આવ્યું ન હતું.
એટલે તે રૂમનો દરવાજો પણ જુનવાણી હતો. એક દિવસ સવારે ઓફિસે જતા પહેલા પિતા અને તેના દીકરો બન્ને તે રૂમમાં ગયા કે પાછળથી તરત જ સાવકી માતા આવી અને દરવાજામાં રહેલી નાનકડી તિરાડમાંથી અંદર શું થઈ રહ્યું છે તે જોવા લાગી.
રૂમમાં ગયા પછી પિતાએ ખૂણામાં એક વસ્તુ રાખી હતી જેની ઉપર કપડું ઢાંક્યું હતું, એ કપડું હટાવ્યું તો તેની સાવકી માતા આશ્ચર્ય ચકિત થઈ ગઈ કારણ કે તે વસ્તુ બીજી કોઈ નહીં પરંતુ તે દીકરાની અવસાન પામેલી માતાનું પૂતળું હતું.
આ બધા દ્રશ્ય જોઈને સાવકી માતા આશ્ચર્યમાં પડી ગઈ કે આવું પૂતળું શું કામ બનાવવામાં આવ્યું હશે?
હકીકતમાં દીકરાને માતાના અવસાન પછી બાળકના પિતાએ આ પૂતળું બનાવડાવ્યું હતું. થોડા સમય પછી બાળક તે પૂતળા પાસે ગયો અને દરરોજ જેમ કરતો તે રીતે તે પૂતળાને ભેટી પડ્યો, પૂતળામાં ઈલેક્ટ્રીક ગોઠવણી કરીને સર્કિટ વગેરે ગોઠવવામાં આવી હતી જેનાથી માતાનો હાથ બાળકના માથા પર અને પીઠ પર ફરવા લાગ્યો.
બાળક જેટલા સમય સુધી તેની માતાના પૂતળાને ભેંટી ને ઊભો હતો ત્યાં સુધી તેની માતા નું પૂતળું પણ બાળકને વહાલ કરી રહ્યું હતું.
આ બધું દ્રશ્ય બહારથી દરવાજામાં રહેલી તિરાડ માંથી જોઈ રહેલી સાવકી માતાને દેખાયું એટલે તરત જ સમજી ગઈ કે તે દીકરાને ગમે કેટલો ત્રાસ આપતી હોય તેમ છતાં દીકરો દિવસેને દિવસે તાજો-માજો શું કામ થતો જાય છે.
આ ભલે કદાચ એક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ સાહેબ તમે ખાલી વિચાર કરો કે જો મરી ગયેલી માતા ના પૂતળા નો હાથ પણ દીકરાને બધી ખરાબ પરિસ્થિતિઓથી બચાવીને કોઈ પણ પરિસ્થિતિમાં તેને તાજો માજો રાખી શકતો હોય તો પછી જીવતી માતાનો હાથ જ્યારે દીકરાના માથા પર ફરે તેનું શું પરિણામ આવી શકે? સાવ સાચી વાત કહું ને સાહેબ તો એનો અંદાજો ન લગાવી શકાય!
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને કમેન્ટમાં આ સ્ટોરી ને રેટિંગ પણ આપજો.
શું તમે સેન્ડવીચ માં આઈસ્ક્રીમ જોયો છે? જુઓ નીચે વિડીયોમાં તદ્દન અલગ પ્રકારની આઈસ્ક્રીમ સેન્ડવીચ ???
Cover picture used for representation only.