એક માણસ બોર નો ઠળીયો ગળી ગયો, ડોક્ટર પાસે ગયો તો એવું જાણવા મળ્યું કે…

બે મિત્રો હતા, એકનું નામ રાહુલ અને બીજાનું નામ માનવ. રાહુલ અને માનવ જ્યારે સ્કૂલમાં સાથે ભણતા ત્યારથી એકબીજાના પાક્કા મિત્ર બની ગયા હતા.

ઉનાળો આવ્યો એટલે માનવને વાડી હોવાથી તેને રાહુલને આમંત્રણ આપ્યું કે વાડીએ આંટો મારવા આવજે. કેરી પણ આવી ગઈ છે.

રાહુલને પહેલાથી જ કેરી ભાવતી ન હતી, અને આ વાત માનવને પણ ખબર હતી. એટલે માનવે રાહુલને એમ પણ કહ્યુ હતુ કે તારે કેરી નો ખાવી હોય તો કંઈ નહીં પરંતુ તારા મનપસંદ બોર પણ આવી ચુક્યા છે.

બંને ધંધામાં ઘણા વર્ષોથી લાગી ગયા હતા પરંતુ તેની બંને ની જૂની મિત્રતા હજુ પણ અકબંધ હતી. મોટી ઉમર થઇ ગઇ હોવા છતાં બંને મિત્રો ખૂબ જ આનંદથી રહેતા અને ઘણી વખત તેઓ બાળપણની જેમ જ મોજ મસ્તી કરતા.

એક દિવસ બંને મિત્રો માનવ ની વાડી માં ભેગા થયા. રાહુલને કેરી કરતાં પણ વધારે બોર ભાવે અને આ વાત માનવ થી વિશેષ કોઈ જાણતું ન હતું અને જોગાનુજોગ તેની વાડીમાં પણ બોરડી વાવેલી હતી જેમાં ખૂબ સારા બોર પણ આવ્યા હતા.

વાડીમાં ગયા કે તરત જ બંને મિત્રો ત્યાં બેઠા હતા અને જેવી રાહુલને બોરડી દેખાણી કે તરત જ તે તો બોરડી પાસે ચાલ્યો ગયો અને જાણે સાત જન્મના ભૂખ્યો થયો હોય એ રીતે બોર ઉપર તૂટી પડ્યો.

નાનપણ ની જેમ જ અધીરાઈથી બોર ખાવા લાગ્યો, એવામાં ઉતાવળમાં એ ઉતાવળમાં બોર ખાતા ખાતા એક બોર નો ઠળિયો અંદર જતો રહ્યો. જો ઠળિયો પેટમાં ચાલ્યો ગયો હોય તો કોઈ જાતનો વાંધો ન હતો પરંતુ આ ઠળિયો તો લગભગ અન્નનળીમાં ક્યાંક ફસાઈ ગયો.

હવે રાહુલે ઘણી મહેનત કરી પરંતુ ઠળિયો બહાર પણ ન આવે અથવા પછી અંદર પણ ન જતો હતો, રાહુલને હવે ખૂબ ચિંતા થવા લાગી આંખમાંથી આંસુ પણ જતા રહ્યા અને કંઈ બોલી પણ ન શકતો. થોડા સમય પહેલા બોરડી ને જોઈને બોર ખાવાની પહેલી જે મજા આવી રહી હતી તે હવે સજા માં ફેરવાઈ ગઈ. માનવ પણ ત્યાં બાજુમાં બેઠા બેઠા મિત્રની મદદ કરવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ તેને સમજાયું કે હવે પરિસ્થિતિ વધુ વિપરીત થાય તે પહેલા હોસ્પિટલ પહોંચવું પડશે એટલે તરત જ તે પોતાના મિત્રને લઈને હોસ્પિટલમાં પહોંચી ગયો.

ગામડામાં પ્રાથમિક સારવારની હોસ્પિટલ હતી ત્યાં લઇ ગયા તો ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવી પરંતુ હકીકતમાં ઠળિયો ક્યાં ફસાઈ ગયો છે તેની કોઈ જ ખબર પડતી ન હતી.

એટલે ડોક્ટર એ તરત જ ગંભીરતા પારખીને કહ્યું કે ઠળિયો ક્યાં ફસાયો છે તે જાણવા માટે રેડીયોલોજીસ્ટને ત્યાં જવું પડશે. કોઈ એક ડોક્ટર નું નામ આપ્યું એટલે બંને મિત્રો ત્યાંથી નીકળીને ઝડપભેર તે ડોક્ટર પાસે પહોંચી ગયા.

ત્યાં જઇને ચેક કરવામાં આવ્યું કે ઠળિયો ક્યાં ફસાયો છે પેલા ડોક્ટર એ બરોબર ચેક કરી અને કહ્યું કે ઠળિયો કાઢવો હોય તો તેના માટે ઓપરેશનની જરૂર પડશે તાત્કાલિક રાહુલ નું ઓપરેશન કરવામાં આવ્યું અને ઠળિયાને બહાર કાઢ્યો.

એક નાનો અમથો ઠળિયો ગળામાં ફસાઈ ગયો એમાં રાહુલને તો જાણે દિવસે તારા દેખાઈ ગયા હતા, અને ઠળિયો બહાર નીકળી ગયો તો ભગવાનનો આભાર માનવાની બદલે તેણે ભગવાનને આ બધું દુઃખ આપવા માટે ખૂબ સંભળાવ્યું. કોઈ પણ માણસ મુશ્કેલીમાંથી બહાર નીકળે તો ભગવાનનો આભાર મને એની જગ્યાએ રાહુલ તો રીતસર નો ભગવાનને ખીજાય ગયો.

ઠળિયો બહાર તો નીકળી ગયો હતો પરંતુ જ્યારે ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી એમાં રિપોર્ટમાં એક બીજી પણ ખૂબ ગંભીર બાબત સામે આવી, શરીરથી એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત દેખાતા આ ભાઈને કેન્સર હતું, જોકે કેન્સર તેના early stage માં હતું એટલે ડોક્ટરે તેને યોગ્ય સારવાર કરવા માટે સલાહ આપી.

રાહુલે આ સારવાર ચાલુ કરી અને થોડા સમય પછી સતત સારવાર કર્યા બાદ તે કેન્સરમાંથી મુક્ત થઈ ગયા.

હવે વિચારવા જેવી વાત છે કે જો રાહુલના ગળામાં ગાળિયો કસાયો જ ન હોત તો એને કદાચ આટલી વહેલી કેન્સર ની ખબર ન પડી હોત, અને જો ખૂબ મોડેથી ખબર પડી હોત તો એવું પણ બને કે તે કદાચ લાંબુ ન જીવી શક્યો હોત. આથી એક વાત અહીં ખૂબ સમજવા જેવી છે કે જીવનમાં જે કંઈ દુઃખ આવે છે જે કંઈ આપણને પ્રશ્ન ઉદ્ભવે છે તે દર વખતે આપણને માત્ર અને માત્ર તકલીફ આપવા જ આવતા નથી. કેટલીયે વખત આવા દુઃખ આપણને જીવનમાં કંઈક ને કંઈક નવી ભેટ આપવા માટે અથવા પછી જીવનમાં કોઈ નવો પાઠ ભણાવવા માટે પણ આવતા હોય છે.

આપણે જો ખાલી આવી પડેલા દુખને યાદ કરીને રડ્યા રાખીએ તો આપણને અહેસાસ જ ન થાય કે આ નાનકડા દુઃખ ના બદલામાં ભવિષ્યમાં આપણા જીવનમાં આવનારું કોઈ મોટું દુઃખ દૂર થઈ ગયું હશે. પડકારો અને મુશ્કેલીઓ નુકસાનકારક જ નહીં ઘણી વખતે લાભદાયક પણ હોય છે.

આથી ભગવાન જે પણ કંઈ કરે તે આપણા ભલા માટે હશે એવું જ વિચારી શકીએ તો આપણું કામ ઘણા અંશે સારું થઈ શકે. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં આ સ્ટોરી ને રેટિંગ પણ આપવાનું ચૂકતા નહીં.

error: Content is Protected!