બે મિત્રો હતા, એકનું નામ રાહુલ અને બીજાનું નામ માનવ. રાહુલ અને માનવ જ્યારે સ્કૂલમાં સાથે ભણતા ત્યારથી એકબીજાના પાક્કા મિત્ર બની ગયા હતા.
ઉનાળો આવ્યો એટલે માનવને વાડી હોવાથી તેને રાહુલને આમંત્રણ આપ્યું કે વાડીએ આંટો મારવા આવજે. કેરી પણ આવી ગઈ છે.
રાહુલને પહેલાથી જ કેરી ભાવતી ન હતી, અને આ વાત માનવને પણ ખબર હતી. એટલે માનવે રાહુલને એમ પણ કહ્યુ હતુ કે તારે કેરી નો ખાવી હોય તો કંઈ નહીં પરંતુ તારા મનપસંદ બોર પણ આવી ચુક્યા છે.
બંને ધંધામાં ઘણા વર્ષોથી લાગી ગયા હતા પરંતુ તેની બંને ની જૂની મિત્રતા હજુ પણ અકબંધ હતી. મોટી ઉમર થઇ ગઇ હોવા છતાં બંને મિત્રો ખૂબ જ આનંદથી રહેતા અને ઘણી વખત તેઓ બાળપણની જેમ જ મોજ મસ્તી કરતા.
એક દિવસ બંને મિત્રો માનવ ની વાડી માં ભેગા થયા. રાહુલને કેરી કરતાં પણ વધારે બોર ભાવે અને આ વાત માનવ થી વિશેષ કોઈ જાણતું ન હતું અને જોગાનુજોગ તેની વાડીમાં પણ બોરડી વાવેલી હતી જેમાં ખૂબ સારા બોર પણ આવ્યા હતા.
વાડીમાં ગયા કે તરત જ બંને મિત્રો ત્યાં બેઠા હતા અને જેવી રાહુલને બોરડી દેખાણી કે તરત જ તે તો બોરડી પાસે ચાલ્યો ગયો અને જાણે સાત જન્મના ભૂખ્યો થયો હોય એ રીતે બોર ઉપર તૂટી પડ્યો.
નાનપણ ની જેમ જ અધીરાઈથી બોર ખાવા લાગ્યો, એવામાં ઉતાવળમાં એ ઉતાવળમાં બોર ખાતા ખાતા એક બોર નો ઠળિયો અંદર જતો રહ્યો. જો ઠળિયો પેટમાં ચાલ્યો ગયો હોય તો કોઈ જાતનો વાંધો ન હતો પરંતુ આ ઠળિયો તો લગભગ અન્નનળીમાં ક્યાંક ફસાઈ ગયો.
હવે રાહુલે ઘણી મહેનત કરી પરંતુ ઠળિયો બહાર પણ ન આવે અથવા પછી અંદર પણ ન જતો હતો, રાહુલને હવે ખૂબ ચિંતા થવા લાગી આંખમાંથી આંસુ પણ જતા રહ્યા અને કંઈ બોલી પણ ન શકતો. થોડા સમય પહેલા બોરડી ને જોઈને બોર ખાવાની પહેલી જે મજા આવી રહી હતી તે હવે સજા માં ફેરવાઈ ગઈ. માનવ પણ ત્યાં બાજુમાં બેઠા બેઠા મિત્રની મદદ કરવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ તેને સમજાયું કે હવે પરિસ્થિતિ વધુ વિપરીત થાય તે પહેલા હોસ્પિટલ પહોંચવું પડશે એટલે તરત જ તે પોતાના મિત્રને લઈને હોસ્પિટલમાં પહોંચી ગયો.
ગામડામાં પ્રાથમિક સારવારની હોસ્પિટલ હતી ત્યાં લઇ ગયા તો ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવી પરંતુ હકીકતમાં ઠળિયો ક્યાં ફસાઈ ગયો છે તેની કોઈ જ ખબર પડતી ન હતી.