યજમાન ની માફી માંગી રજા લઇ ને પોતાના ઘર તરફ ઉતાવળ થી ચાલવા માંડ્યા, સિદ્ધાર્થે મોટાભાઈ ને ઘર તરફ આવતા જોઈ ને દોડી ને મોટાભાઈ ને ભેટી પડ્યો. અને બંને ભાઈ ઘણા સમયે મળતા હોવાથી બંને ની આંખમાં આસું આવી ગયા.
સિદ્ધાર્થ ની પત્ની ને આ બધું અજીબોગરીબ લાગતું હતું. અને તેની આંખ માં પણ આસું આવી ગયા. બે બેડ ના ફ્લેટ માં રહેનારી સિદ્ધાર્થ ની પત્ની ને આટલી હરિયાળી અને ખુલી હવા અને પવન માં આમ તેમ ઝુલતા ઝાડપાન જોતા તેનું મન અહીંયા રહેવાનું થઇ ગયું. પણ મોટર નો વિચાર આવતા ની સાથે આ બધું નકામું લાગતું હતું.
બીજે દિવસે બધા જમીને બેઠા હતા, ત્યારે સિદ્ધાર્થે મોટાભાઈ ને પૂછ્યું કે આપણે બધી જમીન માં વાવેતર કર્યું છે. ત્યારે મોટાભાઈ એ જવાબ આપ્યો લગભગ બધી જમીનમાં વાવણી થઈ ચુકી છે માત્ર થોડી જમીન માં બાકી છે.
ત્યારે સિદ્ધાર્થે કહ્યું કે આપણે એ ભાગ વહેંચી દઈએ અને તેમાંથી તમે અહીંયા પાકું મકાન બનાવી લો. અને મારે એક મોટર લેવી છે, તો હું તે લઇ લઉં. ત્યારે મોટાભાઈ એ જવાબ આપતા કહ્યું કે ફળીયામાં જે બે ગાય ઉભી છે. તેમાંથી એક ગાય અત્યારે દૂધ આપતી નથી તો પણ અમે તેની સેવા કરીએ છીએ.
અને આ જમીન તો આપણા બાપ દાદા ની વારસામાં આવેલી જમીન છે. અને તેની સાથે આપણા પૂર્વજો ની લાગણી રહેલી છે, જેને આપણે ખરીદ વેચાણ નો કરાય. આ વારસોસંભાળવામાં અને સાચવવામાં આપણી અનેક પેઢીઓના બલિદાન છે.
જે લોકો એ પોતાના ખેતર વેચી નાખ્યા છે એ લોકો અત્યારે મજૂરી કરે છે અથવા તો શહેરમાં કોઈ જગ્યાએ રેંકડી ચલાવે છે તમે અત્યારે જે જમીન પર બેઠા છો, તેના રાજા રાણી છો. ખેતર ની સારી રીતે સેવા કરીયે એટલે તે તમને માટી માંથી સોનુ આપે છે.
ત્યારે સિદ્ધાર્થ ના ભાભી અંદર થી આવી અને સિદ્ધાર્થ ની પત્ની ને અંદર લઇ જાય છે અને ભાભી એ એક પોટલી ખોલી તેમાં તેના સોના ના દાગીના હતા. જે આપતા કહ્યું કે આ તમે લેતા જાવ અને આની કિંમત કઢાવી લો.
તેમાંથી તમારી મોટર આવી જાય એમ હોય તો આ બધા દાગીના વહેંચી નાખજો અને રૂપિયા પુરા નો આવે તો કહેજો આપણે એ જમીન નો ટુકડો વહેંચી નાખીશું.
ત્યારે સિદ્ધાર્થ ની વહુ એ ભાવુક થઈને કહ્યું કે ભાભી આપણે આપણા પૂર્વજો ની વિરાસત વેચવી નથી. અને આ સોનું પણ તમે રાખો સારું વર્ષ આવે ત્યારે આપણે મોટર લઈશું અને એમાં પહેલા તમને અને ભાઈ ને લઇ ને જાત્રા કરવા માટે જઈશું.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.