પણ તું મને આવું કેમ પૂછે છે? ત્યારે એ છોકરાએ કહ્યું કે હજુ ગઈકાલે જ મેં ભગવાન ના મંદિરે એક હાર ચડાવ્યો હતો. અને કહ્યું હતું કે મારી પાસે એટલા રૂપિયા ભેગા નથી થતા. કે હું એક જૂતા ની જોડી ખરીદી શકું.
પણ મારા જેવા ગરીબ છોકરો તમને એક ફૂલ નો હાર ચડાવે તો તમે મને એક જોડી જૂતા તો અપાવી શકો ને? એટલે જ આજે ભગવાને તમને જૂતા અપાવવા માટે મોકલ્યા છે. બોલતા બોલતા છોકરા ની આંખો માંથી દળ દળ આંસુ ટપકવા લાગ્યા. અશોકભાઈ એ તેના માથે હાથ ફેરવતા તે શાંત થયો.
અને ખુશ થઇ ને ફરી પાછો ફૂલ ના હાર વેચવા માટે નીકળી પડ્યો. ત્યારે અશોકભાઈ પણ વિચારી રહ્યા હતા, કે ભગવાન તો ના બની શકાય પણ ભગવાન ના દોસ્ત બનવામાં જરા પણ મુશ્કેલી પડતી નથી. અને કુદરતે બે જાતની વ્યવસ્થા બનાવી છે.
આપણી પાસે જે કઈ છે તેમાંથી પણ અનુકૂળતા મુજબ કોઈ ને આપણા થી થાય એટલી મદદ કરી ને જવું. અથવા બાકી બધું છોડીને જવું કારણ કે સાથે લઈ જવાની કોઈ જાત ની વ્યવસ્થા નથી રાખેલી.
સિવાય કે આપણા કર્મ માટે સારા કર્મ કરેલા સાથે હશે તો તેના સારા ફળ ભોગવવા મળે માણસ ની સાથે કાયમ ને માટે તેને કરેલા સારા કે ખરાબ કર્મ જ આવે છે અને તેને અનુસાર જ ફળ મળે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.