વેવાણ તો હજુ કહેવા જઈ રહ્યા હતા કે તમે જરા પણ ચિંતા ન કરતા હોસ્પિટલમાં બધી વ્યવસ્થા થઈ ચૂકી છે પરંતુ માહીના કાકીના મોઢેથી આવી વાત સાંભળીને વેવાણને જરા પણ ગમ્યું નહીં. તરત જ જગ્યા પર થી ઉભા થઈને જાણે સિંહણ બોલતી હોય એમ બોલી ઉઠ્યા કે અમારી માહી અપશુકનિયાળ નથી. અને હવે એ અમારા ઘરની રોશની છે, અમારા બધાના દિલોની ધડકન છે.
તમે તેને જ ભલે જે કહેતા હોય એ પરંતુ એ બદનસીબ નથી, તમે ભલે જેટલા થપ્પા તેની ઉપર લગાવ્યા હોય એટલા પરંતુ તમારી આવા ખૂબ જ હલકા વિચાર નો મને ખૂબ જ અફસોસ છે.
બંને વચ્ચે વાતો થઈ રહી હતી એવામાં મહિના સસરા પણ આવ્યા અને કહ્યું કે અરે અપશુકનિયાળ તો અમારા દીકરાને પણ ગણી શકાય, પરંતુ તમે તો માહીને એકને જ બધી વાતો સંભળાવી રહ્યા છો.
આ બધું સાંભળીને નણંદના આંખેથી આંસુ વહેવા લાગ્યા, ત્યારે વેવાણ તેની પાસે જઈને કહેવા લાગ્યા કે તમે રડો નહીં ત્યારે નણંદે કહ્યું કે હું રડી રહી નથી આ તો હરખના આંસુ છે. મારો ભાઈ ગયા પછી આ દીકરીનું શું થશે તે વિચારીને ઘણી રડી હતી.
મને ખરેખર એવું પણ લાગતું હતું કે આ દીકરી કેટલી બદનસીબ છે કે તેના માતા પિતાનું નાનપણમાં અવસાન થઈ ગયું, પરંતુ આજે મને હૈયે ધરપત થઈ ગઈ કે તેના માતા પિતા તેને પાછા મળી ગયા છે. અને તે બદનસીબ નથી પરંતુ ખૂબ જ નસીબ વાળી છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમ જ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.