પૂજારીએ તેને પોતાની પાસે બોલાવીને મોટાભાઈના ખબર-અંતર પૂછ્યા ત્યાર પછી કહ્યું કે તમારા ઘરમાં પ્રસંગ આવી રહ્યો છે તો શું એ પ્રસંગની બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ?
ત્યારે મોટા ભાઈએ તને જવાબ આપતા કહ્યું કે હું લગ્નમાં જવાનો જ નથી, વર્ષો પહેલા મારે મારા ભાઈ સાથે સંબંધ પુરા થઇ ગયા છે. પૂજારીએ પૂછ્યું કે કેમ શું થયું હતું? મોટાભાઈ એ બધી વાત કહી અને છેલ્લે કહ્યું કે એ અપશબ્દો મને આજે પણ હૃદયમાં એક કાંટાની જેમ ખૂંચે છે.
પુજારી એકદમ શાંત થઈ ગયા. થોડા સમય કંઈ જ બોલ્યા નહીં પછી કહ્યું કે ભલે તમે લગ્નમાં ન જવા માંગતા હોય તો કોઈ વાંધો નહીં પરંતુ મને તમે એક સવાલ પૂછું તેનો જવાબ આપો, એમ કહી પૂજારી એ પૂછ્યું કે લગભગ થોડા દિવસો પહેલા તમે અહીં મંદિરે આવ્યા હતા અને આપણા બંને વચ્ચે ઘણી ચર્ચાઓ પણ થઇ હતી. ત્યારે મેં તમને જીવન ને લગતી ઘણી વાતો જણાવી હતી. શું એવા તો તમને યાદ છે? કારણકે આજે આપણે એ વાતો અધૂરી રહી ગઈ હતી જે આગળ વધારીશું.
ચિરાગ થોડા દિવસો પહેલા ની વાતો યાદ કરવા લાગ્યો, ઘણા સમય સુધી યાદ કરવાની કોશિશ કરી પરંતુ તેને બધું યાદ ન આવ્યું એટલે તેને કહ્યું કે માફ કરો પરંતુ મને બધું યાદ નથી. કઈ વાતની તમે વાત કરી રહ્યા છો?
ત્યારે પૂજારીએ જવાબ આપ્યો કે ચિરાગભાઈ, મેં તમને લગભગ એક અઠવાડિયા પહેલા ઘણી જીવનને લગતી સારી સારી વાતો શિખામણો જણાવી હતી. જો એ તમને યાદ નથી રહી તો પછી તમારા નાના ભાઈ દ્વારા કહેવામાં આવેલા અપ શબ્દો ને તમે આજે વર્ષો પછી પણ કેમ યાદ રાખીને જીવો છો? અને સારી વાતો યાદ ન રાખી શકો તો પછી તેને જીવનમાં અમલ કરવાની વાત તો દૂર રહી જાય અને તમે જીવનમાં કઈ રીતે આગળ વધી શકશો?
પૂજારીએ અચાનક તેના શબ્દો નો ભાર ફેરવીને કહ્યું માફ કરજો ચિરાગભાઈ પરંતુ તમને હું કંઈ સારી વાતો જણાવું તેને તમે લાયક જ નથી. એટલા માટે હવેથી મારી પાસે મહેરબાની કરીને ન આવતા.
ચિરાગની ભૂલ જાણે તેને સમજાઈ ગઈ, તેને અહેસાસ થવા લાગ્યો કે નાના ભાઈએ ભૂલ કરી હતી એ ભૂલની માફી માંગી લીધી પરંતુ હવે તેને માફી ન આપીને તે પોતે પણ ભૂલ કરી રહ્યો છે. જૂની વાતને મનમાં રાખીને જીવવાનો કોઈ ફાયદો નથી હવે આગળનું વિચારવું જોઈએ.
તરત જ પૂજારી પાસે પણ માફી માંગી અને તે સહ પરિવાર તેના નાના ભાઇના ઘરે ગયો અને ગળે લગાડીને કહ્યું, ભાવિન તો હવે ચિંતા નહીં કરતો. આપણી દીકરી ના લગ્ન હવે આપણે બંને મળીને કરાવીશું, કહો મને કે લગ્નની તૈયારીઓમાં શું બાકી રહી ગયું છે? બન્ને ભાઈઓ વર્ષો પછી એકબીજાને ભેટી રહ્યા હતા અને આવી રીતે હસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.
મોટા ભાઈ નો દીકરો પણ તેની બહેનને જાણે વર્ષો પછી જોઈ રહ્યો હતો. બધા લોકો લગ્નની તૈયારીમાં પડી ગયા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.