એટલો સમાન આવ્યો હતો કે ઘર માં ચાલવાની જગ્યા પણ ઓછી પડવા લાગી ત્યારે નામદેવજી ના પત્ની એ પૂછ્યું કે આટલો બધો સમાન નામદેવજી એ મોક્યો છે ? જવાબ આપતા ભગવાને કહ્યું કે હા નામદેવજી નું કાપડ એક મોટા શેઠે ખરીદ્યું છે.
અને તેને કાપડ પસંદ આવતા રાજી થઇ ને નામદેવજી ને બહુ સારી કિંમત આપી છે. અને હજુ પણ ઘણો સમાન ઘરમાં રાખવાનો પણ બાકી છે જરા જગ્યા કરી આપો એટલે બધો સામાન ઘર માં ઉતારી દઈએ આજે તો ભગતજી ના ઘર માં બધી ચીજ વસ્તુ આવવાની છે
સામાન ઘર માં રખાવી રખાવી નામદેવજી ના પત્ની થાકી ગયા હતા અને આમ ને આમ સાંજ પડી ગઈ હતી ઘર ના બાળકો ક્યારેક ગોળ ક્યારેક સાકર અને સૂકોમેવો ખોબા ભરી ભરીને ખાઈ રહ્યા હતા અને ખૂબ જ ખુશ હતા કારણ કે આજે ઘર માં એકદમ અમીરી આવી ગઈ હતી.
બાળકો નું મન ભરાતું નહોતું અને આનંદ માં આવી ગયા હતા પરંતુ ભક્ત નામદેવજી હજુ સુધી ઘરે આવ્યા નહોતા અને ઘરે સમાન આવવાનું સતત ચાલુ જ હતું અને અંતે નામદેવજી ના પત્ની એ કંટાળી ને સેવક ને કહ્યું કે હવે બાકી નો સમાન નામદેવજી આવે ત્યારે લાવજો
મારે તેને શોધવા માટે જવું પડશે કારણ કે હજુ સુધી ઘરે કેમ નથી પહોંચ્યા ?ત્યારે સેવક ના વેશ માં આવેલા ભગવાને કહ્યું કે તે તો પીપળા ના ઝાડ ની નીચે બેઠા છે અને ભજન કરી રહ્યા છે પરિવાર ના બધા સભ્યો એક સાથે નામદેવજી પાસે ગયા
અને નામદેવજી ને નજરે પડતા તે વિચારવા લાગ્યા કે બધા ભૂખ ના માર્યા મને શોધવા માટે ઘર ની બહાર આવી ગયા લાગે છે ત્યાં જ બધા નામદેવજી પાસે આવી ગયા અને નામદેવજી કશું બોલે તે પહેલા જ તેના પત્ની બોલ્યા કે આટલા બધા રૂપિયા મળ્યા છે…
તો થોડા રૂપિયા બચાવી ને તો રાખવા હતા બધા રૂપિયા નો સમાન ખરીદી ને ઘરે મોકલવાની શી જરૂર હતી? ભક્ત નામદેવજી પહેલા તો કશું સમજી શક્યા નહિ અને જવાબ આપવાની સ્થિતિમાં નહોતા પરંતુ બાળકોને ખીલખીલાટ કરતા જોઈને તેને સમજી ગયું કે નક્કી આજે ભગવાને કોઈ ખેલ કરી નાખ્યો છે.
તેના પત્ની એ કહ્યું કે તમે જે કરિયાણું અને સામાન મોકલ્યો છે તે હવે ઘર માં રાખવાની જગ્યા પણ નથી કોણ જાણે કેટલા વર્ષ સુધી ચાલે એટલું ઘરમાં ભરાઈ ગયું છે અંતે નામદેવજી બોલ્યા કે ભગવાન ની દયા એવી જ હોય છે જયારે આપવાનું ચાલુ કરે છે ત્યારે લેવા વાળો લઇ લઇ ને થાકી જાય છે.
આપણા જીવન માં પણ જો આપણે કોઈ પણ દેવ દેવી પર વિશ્વાસ રાખતા હશે તો આવા અનુભવ આપણને પણ થતા હશે, કારણ કે જરૂરી નથી કે ભગવાન આપણે ત્યાં આવીને બધું આપી જાય પણ આપણને એ રીતે સહાય મળી જાય છે.
જે આપણાથી કોઈ દિવસ શક્ય જ ના હોય જેના મન માં નિર્દોષ ભાવ હોય કોઈનું ખરાબ કરવાનો વિચાર સુદ્ધાં ના હોય ભગવાન અને કુદરત તેનું કોઈ પણ કાર્ય અટકવા દેતા નથી
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.