તેની માતાએ ધીમા અવાજમાં માત્ર એટલું કહ્યું કે હશે બેટા હું ઘરડી થઈ ગઈ છું એટલે કદાચ ભૂલથી પડી ગયું હશે. વાંધો નહીં એક જ રાતની વાત છે, તું સુઈ જા હમણાં થોડી જ વારમાં સુકાઈ જશે.
જેમ તેમ કરીને દીકરો ફરી પાછો તે ભીના બેડ પર સુઈ ગયો ઘણા સમય સુધી સૂવાની કોશિશ કરી પરંતુ તેને નિંદર આવી નહીં. આખરે એક કલાક સુધી તેની આંખ ઘેર આવવાનું શરૂ થયું કે તરત જ તેની માતાએ ફરી પાછો તેને જગાડ્યો અને કહ્યું દીકરા પાણી.
હજી તો માતા આગળ કશું કંઈ બોલવા જાય તે પહેલાં દીકરો બોલી ઉઠ્યો, અરે તારું કરજ ભાડમાં જાય, હું તો આ ચાલ્યો મારા રૂમમાં સુવા માટે.
આટલું સાંભળ્યું એટલે તરત જ તેની માતાએ તેના દીકરાના ગાલ ઉપર જોરદાર તમાચો માર્યો અને કહી દીધું તું મારું કરજ ઉતારવા નીકળ્યો હતો. તું એક વખત મારા રૂમમાં સુઈ ગયો અને મેં માત્ર બે વખત તારો પલંગ ભીનો કરી નાખ્યો, એવામાં તો તું અહીંથી ભાગી રહ્યો છે.
અને મેં તો તારો બેડ પીવાના પાણીથી ભીનો કર્યો હતો, પરંતુ જ્યારે નાનો હતો તો મારો બેડ તારા મળમૂત્રથી ભીનો થઇ જતો હતો અને હું ખુદ ભી ના પર સૂઈને તને સુખી જગ્યાએ સુવડાવતી હતી. આખી રાત હું તારી ગંદકીમાં સુતી હતી પરંતુ તેમ છતાં પણ મારો પ્રેમ તારા માટે ક્યારેય ઓછો થયો નથી.
મેં તો તારી પાસે માત્ર બે વખત જ પાણી માંગ્યું હતું તો તને આટલો બધો ગુસ્સો આવી ગયો. પરંતુ જ્યારે નાનો હતો તો દરરોજ રાતના કોઈ વખત પાણી, તો કોઈ વખત દૂધ માંગતો અને હું દર વખતે મોઢા પર સ્માઈલ સાથે તને મારા હાથેથી જ પાણી પીવડાવતી.
જ્યારે તું રાતના બિમાર પડતો ત્યારે આખી રાત તને છાતીએ ચાંપીને ફળિયામાં આમતેમ ફર્યા કરતી જેથી કરીને તું સુઈ જા.
અને આજે હું નીકળ્યો છે મારું કરજ ચૂકવવા માટે. દીકરા એક વાત સમજી લે એક જન્મ તો શું? માતાનું કરજ તો તું આવનાર સાત જન્મમાં પણ નહીં ઉતારી શકે.
માતાનો આવો જવાબ સાંભળીને દીકરા ની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ.
એટલે જ કદાચ કહેવાતું હશે કે તમે તમારી માતાનું ઋણ ક્યારેય ચૂકવી શકો નહીં, જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં પ્રતિભાવ પણ આપજો.