સામેથી જવાબ મળ્યો તો પછી મારા વહાલા ભાઈ મને એક વાતનો જવાબ આપ કે દરરોજ તું મમ્મી પાસેથી લંચ અને ડિનર નો ફોટો શું કામ મંગાવ્યા કરે છે?
દીદી ના મોઢે થી આવી ફરિયાદ સાંભળી એટલે ભાઈ ના મુખેથી સ્માઈલ નીકળી ગઈ, દીદી એ કહ્યું હું તને કહી રહી છું અને તું હસી રહ્યો છે?
ભાઈ નો અવાજ થોડો સીરીયસ થઇ ગયો પછી તેને કહ્યું દીદી પપ્પાનું આવું બની ગયા પછી, તમારા લગ્ન થયા અને હમણાં સુધી હું પણ તેઓની સાથે રહેતો હતો પરંતુ હું પણ હવે હોસ્ટેલમાં રહેવા આવી ગયો ત્યાર પછી મમ્મી ઘરે એકલા જ રહે છે.
થોડા દિવસો પહેલાની જ વાત છે મને થોડા દિવસ માટે રજા મળી હતી એટલે હું ઘરે આવ્યો હતો મમ્મી એક દિવસ બહાર ગયા હતા ત્યારે કામવાળી એ મને કહ્યું હતું કે તમે તમારી મમ્મી ઉપર થોડું ધ્યાન દેજો કારણ કે કોઈ કોઈ દિવસ તો મમ્મી કશું બનાવતા જ નથી.
તેનું મન ન હોય તો એકદમ સાદુ બનાવીને ખાઈ લે છે ઘણી વખત ખીચડી તો પછી કોઈ વખત તો માત્ર દાળ ભાત માં ચલાવી લે છે. અને આખા દિવસ દરમિયાન તમે થોડો સમય કાઢીને એમની સાથે વાત પણ કરતા રહેજો કારણ કે આખો દિવસ તે ઉદાસ રહ્યા કરે છે.
હું પણ વિચારમાં પડી ગયો કે હું હાજર ન હોય ત્યારે મમ્મીને કોણ પૂરેપૂરું ખવડાવશે એમાં મને એક આઈડિયા આવ્યો એટલે મેં કહ્યું કે મને તમે ફોટો પાડીને મોકલજો. અને આ આઈડિયા કામ કરી ગયો બે વખત સારું જમવાનું પણ બનાવે છે અને પૂરેપૂરું ખાઈ પણ લે છે.
અને થોડી વ્યસ્ત થઈ ગઈ એટલે તેના ઉદાસીનતા માં પણ ઘણો ફેર પડ્યો છે. જવાબ સાંભળીને દીકરી ની આંખો છલકી ગઈ, તે પોતાના ભાઈને અણસમજુ અને નાનો સમજતી હતી પરંતુ એનાથી ઉલટું નીકળ્યું. તરત જ ગળે ડૂમો ભરાઈ ગયો હતો તેમ છતાં એટલું બોલી શકે ભાઈ ખરેખર તું હવે મોટો થઈ ગયો છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને કોમેન્ટમાં આ સ્ટોરી ને ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.
શું તમે સેન્ડવીચ માં આઈસ્ક્રીમ જોયો છે? જુઓ નીચે વિડીયોમાં તદ્દન અલગ પ્રકારની આઈસ્ક્રીમ સેન્ડવીચ ???