એક પરિવારની આ વાત છે, દીકરો બહારગામ ભણવા ગયો હતો. તેને ત્યાં ભણવા માટે ત્રણ વર્ષ પૂરા કરવાના હતા. દીકરાના મમ્મી ઘરમાં એકલાં જ રહેતાં હતાં, દીકરા ના પિતા થોડા વર્ષો પહેલા અવસાન પામ્યા હતા. દીકરીને પરણાવી તેને પણ બે વર્ષ થઇ ગયા હતા.
એક દિવસે સવારે અચાનક દીકરી તેની માતા ના ઘરે આવે છે અને તેને અચાનક જ આવી ને કોઈ પણ જાણ કર્યા વગર સરપ્રાઈઝ આપે છે. માતા પણ પહેલાં તો આશ્ચર્યચકિત થઈ જાય છે કે કેમ તેની દીકરી જાણ કર્યા વગર અહીં આવી છે, પહેલા દીકરી ને તબિયત પૂછે છે.
દીકરી આવવાથી માતા પોતે ખુશ પણ થાય છે. દીકરી અને તેની માતા બંને નાસ્તો કરવા બેસે છે. થોડા સમય પછી નાસ્તો પૂરો કર્યા પછી દીકરીના હાલચાલ દીકરીના સાસરીમાં બધા લોકો શું કરી રહ્યા છે, જમાઈ મજામાં છે કે કેમ ની જાણકારી મેળવે છે.
જોતજોતામાં રસોઈનો સમય થઈ જાય છે દીકરી માતાને મદદ કરાવવા માટે રસોડામાં આવે છે પરંતુ માતાએ ચોખ્ખું કહ્યું કે તો બહાર બેસ હમણાં રસોઈ થઈ જશે. થોડા સમય ની તો વાત છે બસ. થોડા સમય પછી રસોઈ તૈયાર થઈ જાય છે. માતા બહાર આવીને બધું ડાઇનિંગ ટેબલ પર ગોઠવી દે છે.
પછી એક થાળી કાઢે છે અને ધ્યાનથી પોતાની થાળી સજાવી ને બધું તેમાં ગોઠવી નાખે છે. આ બધું જોઈને દીકરીને થોડી નવાઈ લાગે છે. તેમ છતાં શું થઈ રહ્યું છે તે તે ચૂપચાપ જોઈ રહી છે. થોડા સમય પછી થાળી સજાવીને તેનો ફોટો પાડે છે અને કોઈને whatsapp કરી રહી હોય તેવું લાગ્યું.
દીકરી તો આશ્ચર્યચકિત થઈ ગઈ, તેને તરત જ કહ્યું મમ્મી આ તમે જમવા પહેલા ખાવા નો ફોટો પાડીને whatsapp પર મુકવાનો શોખ ક્યારે વિકસાવ્યો? મમ્મી એ હસીને જવાબ આપ્યો અરે તારો ભાઈ પણ, એને મને ફોનમાં કહ્યું છે હું તમારાથી આટલું દૂર રહું છું અને હોસ્ટેલનું ખાવાનું ખાઈ રહ્યો છું. તમે રોજ મને લંચ અને ડિનર માં જે પણ ખાઓ તેનો ફોટો મોકલજો જેથી હું તે જોઈને હોસ્ટેલ નું ખાવાનું પણ જાણે ઘરનું ખાવાનું હોય એ રીતે જમી શકીશ.
દીકરીના વાત થોડી અજુગતી લાગી એટલે તરત જ તેણે ભાઈ વિશે ફરિયાદ કરવા લાગે શું મમ્મી તમે પણ તમારા લાડ-પ્યાર ના કારણે જ તે બગડી ગયો છે. હવે આટલો મોટો થઈ ગયો છે તેમ છતાં એ મોટો થશે કે કેમ કે પછી આવી રીતના નાના છોકરાઓની જેમ ફાલતુ જીદ કર્યા કરશે.
આટલું બોલી પછી તે અને તેની માતા બન્ને સાથે જમવા બેસી ગયા, જમવાનું ખૂબ જ સરસ બન્યું હતું એટલે માતાના દીકરીએ વખાણ પણ કર્યા. થોડા સમય પછી જમવા પછી આરામ કરવાનું કહ્યું એટલે મમ્મી ને થોડા સમયમાં જ ઊંઘ આવી ગઈ એટલે દીકરીએ તરત જ તેના ભાઈ ને ફોન કર્યો.
ફોન કરીને ભાઇને ફોન પર કહ્યું, તને ખબર નથી પડતી? તે આ મમ્મી પાસે શું વળી નવી ડ્યુટી શરૂ કરાવી છે કે શું? આટલા દુર હોવા છતાં મમ્મી ને તકલીફ આપવામાં તું કંઈ બાકી નથી રાખતો.
ભાઈ સંપૂર્ણપણે વાતથી અજાણ હતો એટલે તેને કહ્યું મારે દીદી એવું કંઈ જ નથી તમે કેમ આવું કહી રહ્યા છો? હું વળી શું કામ મમ્મીને પરેશાન કરું?