ત્યારે વાત કહેવા માં ફફડતી જ્યોતિ એ હિંમત કરી ને તેના પતિ ને બધી વાત કરી અને કહ્યું કે તમે અને મમ્મી પપ્પા કહો તો આપણા ઘરે હું તેડી આવું વાત સાંભળીને કાર્તિકે કઈ જવાબ આપ્યો નહિ, અને જમી ને પોતાના રૂમ માં ચાલ્યો ગયો.
હવે જ્યોતિ અને તેના સાસુ સસરા જમી રહ્યા હતા જ્યોતિ તો ખાલી કહેવા પૂરતી સાથે બેઠી હતી, બાકી માં બાપ ની હાલત જોઈ ને આવી હતી એવામાં તેના ગળે કોળિયો ઉતરે ખરો? એમાં પણ પતિ કઈ પણ જવાબ આપ્યા વિના જ રૂમ માં ચાલ્યો ગયો.
થોડીવાર પછી કાર્તિક રૂમમાંથી બહાર આવે છે. અને જ્યોતિ ના હાથમાં એક ચાવી આપે છે, ચાવી આપીને કહ્યું ચાલ આપણે બંને મમ્મી પપ્પા ને આ ઘર માં મૂકી આવીએ.
જ્યોતિ તો તુરત જ જમતા જમતા ઉભી થઇ ગઈ અને કાર્તિક ને પૂછ્યું,અરે આ ચાવી? આ ક્યુ મકાન છે? કાર્તિકે કહ્યું એ બધી વાત ત્યાં જઈને તું જલ્દી ગાડીમાં બેસી જા, બને ગાડી માં બેસીને એ મંદિર માં ગયા જ્યાં તેના માતા પિતા રોકાયા હતા.
ત્યાંથી જ્યોતિ ના માતા પિતા ને મોટર માં બેસાડી ને એ ઘરે લઇ ગયા, જેની ચાવી જ્યોતિ ને આપી હતી. મકાન ની અંદર બધું ફર્નિચર સજાવેલું હતું, અને બધી સગવડતા પણ હતી જ્યોતિ ના માતા પિતા ને ત્યાં બેસાડતા કાર્તિકે કહ્યું કે આ મકાન તમારું જ છે.
તમે મને લગ્ન વખતે પરાણે ત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા તેમાંથી મેં આ મકાન પાંચ વર્ષ પહેલે ખરીદ કર્યું હતું, પણ મને એ ખબર નહોતી કે ભવિષ્ય માં તમને જ આ રીતે કામ માં આવશે. અને હા અત્યાર સુધી માં મારી પાસે આ મકાન ના ભાડા ના આવેલા 12 લાખ રૂપિયા પડ્યા છે. જે હું તમને આપી જઈશ અને તમારે કઈ પણ કામ હોય તો આ તમારી દીકરી નું ઘર નથી.
તમારા રૂપિયા માંથી જ ખરીદ કરેલું છે, જેથી મન માં એવો કોઈ ભાવ પણ રાખતા નહિ કે અમે દીકરી ના ઘર માં રહીએ છીએ, તમે તમારી માલિકી ના મકાન માં જ રહો છો. અને હા તમારે બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો બે ધડક જ્યોતિ ને જણાવી દેશો. જરા પણ સંકોચ રાખશો નહિ. અને આજ થી બધી જવાબદારી મારી છે, એટલે તમારે કઈ પણ ચિંતા કરવાની જરૂર નથી.
જ્યોતિના માતા પિતા ના આંખમાંથી આંસુ આવી ગયા, ઘરે આવતા જ્યોતિ એ આ વાત તેના સાસુ સસરા ને કરી ત્યારે તેને કહ્યું કે તે પૂછ્યું હતું કે આપણા ઘરે તેને તેડી આવીએ, પણ અહીંયા આવે તો તેનું સ્વમાન ઘવાય અને શરમ થી ઉંચુ જોઈ ને જીવી શકે નહિ. માટે કાર્તિકે તેને બીજા મકાન માં રહેવાનું કહ્યું.
અને એ મકાન પણ તેનું જ છે કારણ કે લગ્ન વખતે પરાણે આપેલા રૂપિયા માંથી લીધેલું છે અને તે રૂપિયા નો આપણે આપણા માટે કઈ ઉપયોગ કરવા નો હતો જ નહિ, અને કાર્તિકે જે પણ નિર્ણય કર્યો, તે એકદમ સાચો કર્યો છે. આજે પાંચ વર્ષે જ્યોતિ ને થયું કે મારા પતિ ઓછું બોલવા વાળા ભલે હોય પણ ઘણું સમજવા વાળા છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.