સાસરીમાં આવીને બધી વસ્તુ એક બાજુ ખૂણામાં રાખી દીધી એવામાં તેને તેના ભાઈઓએ આપેલું કવર યાદ આવ્યું. અને આ વખતે તેની ભાભી ઓ એ કપડા મીઠાઈ વગેરેનો આગ્રહ પણ કર્યો નહોતો. માત્ર એક મીઠાઈ નો નાનો ડબ્બો આપી દીધો હતો.
શ્રુતિએ તે કવર હાથમાં લીધું અને મનમાં બબડતા બબડતા કવર ખોલ્યું પરંતુ કવર માં એક પત્ર લખ્યો હતો એ પત્ર ખોલીને જોયો તો શ્રુતિ જાણે સપનું જોઈ રહી હોય એવું લાગ્યું. તે બે મિનિટ માટે તો એકદમ મૌન થઈ ગઈ. અને પત્ર વાંચીને અત્યંત ભાવુક થઈ ગઈ અને તેના આંસુને રોકી ન શકી.
પત્રમાં લખ્યું હતું,
અમારા પ્રિય શ્રુતિ બહેન,
માતા પિતાના ગયા પછી અમારી જેમ તમને પણ ઘણું દુઃખ થયું હશે પરંતુ માતા પિતાના ગયા પછી ક્યારેય તમે પોતાને એકલા ન સમજતા, તમારા બંને ભાઈઓ તેમજ ભાભીઓ હંમેશા તમારી સાથે છે અને તમારી સાથે જ રહેશે.
પિતાજીનો જે વારસો છે તેમાં અમારા બંને ભાઈઓ જેટલો જ હક તમારો પણ છે. અમે જાણીએ છીએ કે તમે અને બાપુજી બંને વચ્ચેનો ટ્યુનિંગ કેવું હતું. તમે તમારા દિલની બધી જ વાત તેઓ સાથે શેર કરતા હતા, પરંતુ હવે પણ એ જ રીતે તમે કંઈ પણ હોય તો અમને કહેજો અને હંમેશા એ જ હક સાથે પિયરમાં આવતા જતા રહેજો.
તમારા બંને ભાઈઓ અને ભાભીઓ ના નમસ્કાર.
પત્ર વાંચીને શ્રુતિ ને પોતાની સંકુચિત માનસિકતા ઉપર શરમ આવી રહી હતી. તરત જ ભાઈઓ ને ફોન કરી ને બધી વાત કરી અને કહ્યું કે એક સમય માટે મને સાચે એવું લાગ્યું હતું કે માતા પિતાના ગયા પછી હવે હું ત્યાં બોજ બની જઈશ પરંતુ આજે ફરી પાછો મને વિશ્વાસ આવી ગયો છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ આપશો.