માતા પિતાના ગયા પછી દીકરી પહેલી વખત પિયરમાં રક્ષાબંધન માટે ગઈ, બંને ભાઈ એક કવર આપ્યું એક કવરમાં લખ્યું હતું એ વાંચીને દીકરીના…

શ્રુતિ ના લગ્ન થયાને 12 વર્ષ થઈ ચૂક્યા હતા, તેને બે સંતાન હતા એક દીકરો અને દીકરી. શ્રુતિ અને તેના પતિનું દાંપત્યજીવન સુખેથી પસાર થઈ રહ્યું હતું. શ્રુતિને બે ભાઈઓ પણ હતા જેના બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા. અને શ્રુતિ ના માતા પિતા અને બંને ભાઈઓ બધા સાથે જ રહેતા હતા.

પરંતુ અચાનક જ 4 મહિના પહેલા શ્રુતિ ના માતા પિતા કોઈ કામસર બહારગામ જઈ રહ્યા હતા ત્યારે તેઓનો અકસ્માત થયો હતો અને શ્રુતિએ તેના માતા-પિતાને એક સાથે ગુમાવી દીધા. બે દિવસ પછી રક્ષાબંધન આવવાની છે. અને માતા-પિતાના ગયા પછીની પહેલી રક્ષાબંધન હતી.

રક્ષાબંધનના દિવસે શ્રુતિ તેના પિયરમાં બંને બાળકોને સાથે લઈને ગઈ હતી. ઘરનો માહોલ થોડોક ભારે હતો, અને થોડો ભાવુક પણ હતો કારણ કે તેના માતા-પિતા નો અવસાન થયું તેને માત્ર ચાર મહિના થયા હતા. અને આમ અચાનક આકસ્મિક વિદાય થી પરિવારમાં દુઃખ હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

માતા પિતાના ગયા પછી રક્ષાબંધન ઉપર તેના બંને ભાઈઓનું વર્તન કેવું હશે આ પ્રશ્ન શ્રુતિને મૂંઝવતો હતો. તે આખરે તેના પિયરમાં આવી ગઈ હતી તેના બંને ભાઈઓ નું વર્તન સામાન્ય હતું. બંને ભાભીઓ પણ રસોડામાં હતી. એમાંથી મોટા ભાભી થોડા થોડા સમયે બહાર આવી અને ફરી પાછા અંદર જતા રહેતા હતા.

બધાએ સાથે જમવાનું નક્કી કર્યું હોવાથી બધા જમવા બેઠા, બન્ને ભાઈઓ જમતી વખતે પણ ખૂબ જ શાંત બેઠા હતા અને સામાન્ય વાતો થઇ રહી હતી. રક્ષાબંધન ઉપર કાયમની જેમ શ્રુતિ તેના ભાઈઓ માટે પ્રેમથી રાખડીઓ તેના પસંદગીની મીઠાઈઓ વગેરે લઈને આવી હતી.

મહુર્ત પ્રમાણે નક્કી કરેલા સમય મુજબ બંને ભાઈઓને રાખડી પહેરાવી અને તરત જ શ્રુતિ થોડી ભાવુક થઈ ગઈ કારણ કે તેને તેના માતા-પિતાની યાદ આવવા લાગી. ખાસ કરીને તેના પિતાની ખૂબ જ યાદ આવી કારણ કે દર વખતે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા આવે ત્યારે બહારગામ રહેતા ફઈ ની રાખડી પિતાને શ્રુતિ પોતે જ બાંધતી. અને પિતા પણ તેને અવારનવાર કહેતા કે શ્રુતિ પણ મારી દીકરી નહીં પણ દીકરો જ છે.

માતા-પિતા ચાર માળનું વૈભવી મકાન શહેરના અનેક વિસ્તારોમાં નાના-મોટા ઘર અને ગામડામાં ઘણી જમીન વગેરે છોડીને ગયા હતા. આ સિવાય પિતા એ અંગત બચાવેલા રૂપિયા પણ ઘણા હતા જે કોઈ દિવસ તેને વ્યર્થ ખર્ચો નહોતો કર્યો.

બંને ભાઈઓને રાખડી બાંધી એટલે બંને ભાઈઓ શ્રુતિને પગે લાગ્યા અને તેની થાળીમાં એક કવર રાખ્યું. શ્રુતિ વિચારમાં પડી ગઈ કે હજુ મારા માતા-પિતા ગયા તેને ચાર મહિના પણ નથી થયા અને અત્યારથી જ લાગે છે હું મારા ભાઈઓ ઉપર બોજ બની રહી છું કારણકે નહિતર દર વખતે રક્ષાબંધન ઉપર મને મારી પસંદ ની સાડી ડ્રેસ, એક કપડા રમકડા અને કંઈક ઘરેણું તેમજ તેને મનપસંદ વસ્તુઓ નું ભોજન કરાવ્યા પછી જ તેને પિયરથી વિદાય આપતા.

તેના માતા-પિતા ગયા તેને ચાર મહિના પણ નહોતા થયા અને રક્ષાબંધન ઉપર શ્રુતિને જાણે ઇશારો મળી ગયો. શ્રુતિ તેના પિયરમાં કશું બોલી નહીં, સાંજે પતિ તેડવા આવ્યા એટલે તેની સાથે પોતાની ઘરે બાળકો સાથે જતી રહી. પિયરમાં બધાને આવજો કરતા કરતા પણ તેનું મન થોડું ભારે થઈ ગયું હતું.

સાસરીમાં આવીને બધી વસ્તુ એક બાજુ ખૂણામાં રાખી દીધી એવામાં તેને તેના ભાઈઓએ આપેલું કવર યાદ આવ્યું. અને આ વખતે તેની ભાભી ઓ એ કપડા મીઠાઈ વગેરેનો આગ્રહ પણ કર્યો નહોતો. માત્ર એક મીઠાઈ નો નાનો ડબ્બો આપી દીધો હતો.

શ્રુતિએ તે કવર હાથમાં લીધું અને મનમાં બબડતા બબડતા કવર ખોલ્યું પરંતુ કવર માં એક પત્ર લખ્યો હતો એ પત્ર ખોલીને જોયો તો શ્રુતિ જાણે સપનું જોઈ રહી હોય એવું લાગ્યું. તે બે મિનિટ માટે તો એકદમ મૌન થઈ ગઈ. અને પત્ર વાંચીને અત્યંત ભાવુક થઈ ગઈ અને તેના આંસુને રોકી ન શકી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પત્રમાં લખ્યું હતું,

અમારા પ્રિય શ્રુતિ બહેન, આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

માતા પિતાના ગયા પછી અમારી જેમ તમને પણ ઘણું દુઃખ થયું હશે પરંતુ માતા પિતાના ગયા પછી ક્યારેય તમે પોતાને એકલા ન સમજતા, તમારા બંને ભાઈઓ તેમજ ભાભીઓ હંમેશા તમારી સાથે છે અને તમારી સાથે જ રહેશે.

પિતાજીનો જે વારસો છે તેમાં અમારા બંને ભાઈઓ જેટલો જ હક તમારો પણ છે. અમે જાણીએ છીએ કે તમે અને બાપુજી બંને વચ્ચેનો ટ્યુનિંગ કેવું હતું. તમે તમારા દિલની બધી જ વાત તેઓ સાથે શેર કરતા હતા, પરંતુ હવે પણ એ જ રીતે તમે કંઈ પણ હોય તો અમને કહેજો અને હંમેશા એ જ હક સાથે પિયરમાં આવતા જતા રહેજો.

તમારા બંને ભાઈઓ અને ભાભીઓ ના નમસ્કાર.

પત્ર વાંચીને શ્રુતિ ને પોતાની સંકુચિત માનસિકતા ઉપર શરમ આવી રહી હતી. તરત જ ભાઈઓ ને ફોન કરી ને બધી વાત કરી અને કહ્યું કે એક સમય માટે મને સાચે એવું લાગ્યું હતું કે માતા પિતાના ગયા પછી હવે હું ત્યાં બોજ બની જઈશ પરંતુ આજે ફરી પાછો મને વિશ્વાસ આવી ગયો છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ આપશો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team