બીજા દિવસે સવારે તે જાગ્યો તો બાજુમાં પલંગમાં નજર કરી તો તેની પત્ની ત્યાં ન હતી, એટલે તેને લાગ્યું કે કદાચ બહાર હોલમાં સૂતી હશે, પરંતુ તેની પત્ની અને તેની દીકરી બંનેમાંથી કોઈ ઘરે નહોતા. તે માણસ થોડો ગભરાઈ ગયો પરંતુ પછી તેના મોબાઈલમાં એક મેસેજ હતો જેમાં લખ્યું હતું કે હવે મારે તારી સાથે નથી રહેવું, હું મારી દીકરીને લઈને જઈ રહી છું.
આ મેસેજ તેની પત્ની નો હતો, તેની માતાને તો આ વાતની કંઈ જ ખબર ન હતી. અને માતા ખોટી ચિંતા ન કરે એટલા માટે તેને કોઈપણ વાત કરી પણ નહોતી, પરંતુ બપોર સુધીમાં માતાએ પણ પૂછ્યું કે બેટા વહુ ક્યાં ગઈ છે, કંઈ બહાર ગઈ છે? ત્યારે તે માણસે તો માત્ર એટલું કહી દીધું કે એ થોડા દિવસ તેના પિયર રોકાવા ગઈ છે.
કારણ કે તેને વિશ્વાસ હતો કે થોડા જ દિવસો પછી બધું ઠીક થઈ જશે, પરંતુ આ વિશ્વાસ ઉપર જાણે પાણી ફરી ગયું અને મહિનાઓના મહિનાઓ વિતતા ગયા પરંતુ તેની પત્ની પાછી ઘરે ન આવી.
ધીમે ધીમે માતા ને પણ તેને સત્ય હકીકત કહી દીધી, માતાની પણ ઉંમર ખૂબ જ વધારે મોટી થઈ ચૂકી હતી. દીકરાનો સુખી પરિવાર હતો એમાંથી અચાનક આવું બન્યું એટલે તેની માતાને ખૂબ જ આઘાત લાગ્યો હતો, અત્યંત બીમાર પડી ગયા અને એ બીમારીમાંથી તે પોતે બહાર જ ન આવી શક્યા.
બીમારીના 1 મહિનાની અંદર જ તેની માતા પણ આ દુનિયાને છોડીને ચાલી ગયા, તે માણસ તેની દીકરીને મળવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યો હતો, પરંતુ તેની પત્ની તેને મળવા જ નહોતી દેતી, એક વખત તે માણસે કોમન ફ્રેન્ડ દ્વારા તેની પત્નીને કહ્યું એટલે તેને તે માણસને તેની દીકરી સાથે અંદાજે બે વર્ષ પછી મળવા દેવામાં આવ્યો.
દીકરી તે માણસને ભેટી પડી, થોડા વખત સુધી વાત કરીને દીકરીએ કહ્યું કે પપ્પા તમે કેટલા દિવસે આવ્યા છો, મને તમારી સાથે ફરવા જવું છે.
આટલા વર્ષો પછી દીકરીને મળતો હોય ત્યારે કોઈપણ પિતા દીકરીની આ વાતને ના ન પાડી શકે, એટલે તે તેની દીકરીને લઈને ફરવા ગયો, બંનેએ આઈસ્ક્રીમ ખાધો. અને ખૂબ જ મજા કરી દીકરીને પણ આટલા વર્ષો પછી તેના પિતા સાથે ફરવા મળ્યું એટલે તે ખૂબ જ રાજી હતી.
ફરી પાછા બંને ઘરે ગયા ત્યારે તેને ખબર પડી કે તેની ધરપકડ કરવા માટે ત્યાં પોલીસ આવી છે, રોડ ઉપરથી જ તેની ધરપકડ કરી લેવામાં આવી અને દીકરીને તેની માતાને સોંપી દેવામાં આવી.
ધરપકડ થયા પછી તેને ખબર પડી કે દીકરીની માતાએ એટલે કે તે માણસની પત્નીએ તેના ઉપર કેસ કર્યો હતો કે તે માણસે તેની દીકરીનું અપહરણ કરી લીધું છે.
થોડા દિવસ સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો અને તેના પર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી, આજે આ બનાવને પાંચ વર્ષ વીતી ગયા છે.
તે માણસ ના કાયદાકીય રીતે હજી છુટાછેડા નથી થયા, એટલે તેઓ હજી પણ પતિ પત્ની છે. પરંતુ તેની પત્નીએ કરેલા કેસની કાર્યવાહી હજી પણ તેના ઉપર ચાલુ છે અને હજી તે તેની પોતાની દીકરીના જ અપહરણનો ગુનેગાર છે.
એક દિવસ તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ મિત્રને જાણે સલાહ આપી રહ્યો હોય તેમ કહ્યું કે ભાઈ મારી પત્નીએ જ મારી જિંદગી બરબાદ કરી નાખી છે, મારા પત્નીના લીધે મને હવે કોઈપણ સ્ત્રી ઉપર ભરોસો કરવો પસંદ જ નથી. અને હું બધાને કહેતો ફરું છું કે કોઈપણ સ્ત્રી ઉપર ક્યારેય ભરોસો ન કરવો.
મિત્રએ તેને સાંત્વના આપતા કહ્યું ભાઈ, તારી સાથે દુઃખદ ઘટના બની છે તે હું સમજુ છું પરંતુ એનો અર્થ એવો નથી કે બધી સ્ત્રી એવી જ હોય, આ વાત સાંભળીને સામેનો માણસ તેનો નાનપણનો મિત્ર હોવાથી એક બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો અને તેના મિત્રને ભેટી પડ્યો.
આ એક સત્ય ઘટના પર આધારિત એક સ્ટોરી છે, તમારું આ સ્ટોરી વિશે શું કહેવું છે તે કમેન્ટમાં અચૂકથી જણાવજો.