માનવ એ ફરી પાછું તોરણ પર વાત લઈ આવતા કહ્યું કે દાદા આ તોરણ તો ખૂબ જ સરસ છે તમે ક્યાંથી લઈ આવો છો, મને પણ કહો મારે હોલસેલ ભાવમાં જોઈએ છે.
બેટા આ તો અમે ઘરે બનાવીએ છીએ, બાજુમાં જ બજારમાં એક દુકાનમાંથી બધી જરૂરિયાતની વસ્તુઓ કાપડ, સજાવટની વસ્તુઓ વગેરે લઈને આવીએ છીએ અને ઘરે બેસીને બનાવી લઈએ છીએ.
એક દિવસમાં કેટલા તોરણ બનાવી શકો છો તમે?? માનવે પૂછતા કહ્યું, અને આ તોરણનો ભાવ શું છે?
બેટા દિવસમાં ચારથી પાંચ તોરણ તો બનાવી લઈએ, અને એક ધોરણ ૮૦ રૂપિયાનું વેચીએ છીએ. સૂચિ આ બધું બેઠી બેઠી ત્યાં નિહાળી રહી હતી, આ વાતચીતનો આનંદ લઈ રહી હતી.
માનવ વિચારમાં ખોવાઈ ગયો થોડા સમય પછી તેને કહ્યું કે હું તમને બધું મટીરીયલ વગેરે લઈને આપું તો તમે કેટલા વધારે બનાવી શકો? ત્યારે સામે બેઠેલા દાદાએ જવાબ આપતા કહ્યું કે બેટા મારે આવવા જવાનો ધક્કો અને સમય બચી જાય તો ત્રણ ચાર ની જગ્યાએ કદાચ પાંચ છ પણ બનાવી શકીએ.
અને જો તમને મદદ કરે તેવા માણસો મળી જાય તો કેટલા બનાવી શકો?? બેટા ત્યારે તો ઘણા બધા બની શકે છે, 10 થી ઉપર પણ બનાવી શકાય એનાથી પણ વધારે બની શકે.
તો તમે એક કામ કરો મારા ઘરની બાજુમાં જ મારી પત્ની બ્યુટી પાર્લર ચલાવે છે ત્યાં બાજુમાં એક જગ્યા ખાલી છે એ જગ્યા તમારી, બસ તમારે ત્યાં રહેવાનું અને આ બધું બનાવજો. અને તમને જરૂરી બધી જ વસ્તુઓ ત્યાં મળી જશે. કંઈ પણ ઘટે તો હું અને મારી પત્ની લઈ આવીશું.
બસ કામ બધું ઈમાનદારીથી કરજો અને ત્યાં તમને મદદ કરવા માટે ઘણા માણસો પણ હું મોકલી આપીશ. અને હા કિંમત 80 રૂપિયા જ આપીશ.
સૂચિ આ બધી વાત સાંભળીને થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ તેને તેના પતિને પૂછ્યું કે અરે તમે આટલા બધા તોરણ બનાવડાવીને કરશો શું? ત્યારે તેને કહ્યું કે મારે ફેક્ટરીમાં હેન્ડીક્રાફ્ટ આઈટમો પણ ખૂબ જ ચાલે છે, તો લગભગ તો બધા હું જ લઈ લઈશ.
અને બાકી તારા પાર્લરમાં વિઝીટ કરનારા કસ્ટમર પણ બાજુમાં આવા સુંદર તોરણ જોઈને તે ત્યાંથી પણ ડાયરેક્ટ ખરીદી કરી શકશે.
પરંતુ આ તોરણ નહીં વેચાય તો? કે પછી પડ્યા રહેશે તો? ત્યારે કહ્યું કે મને તેની ચિંતા નથી, જો આવું કરવાથી દાદાની સાથે અહીંયા ના લગભગ બધા લોકોને કામ મળી જશે, અને પોતે મહેનત કરીને પોતાની ઓળખાણ પણ ઉભી કરી શકશે, અત્યારે આપણે સૂચિ નફા નુકસાન ઉપર નહીં પરંતુ આ લોકોને આત્મ નિર્ભર બનવામાં સહાય કરીએ.
ત્યાંથી નીકળતા નીકળતા દાદાને કહ્યું કે, તમે આ બધા લોકોને તૈયાર કરી જ રાખજો આપણે આજથી જ આપણું કામ શરૂ કરી દઈએ. આ શબ્દો સાંભળતાની સાથે સૂચિ સહિત ત્યાં હાજર ઘરડું દંપતી બધા લોકોના ચહેરા પર સંતોષનું સ્માઈલ આવી ગયું.
દાદા બે હાથ જોડીને માનવનો આભાર માનવા લાગ્યા ત્યારે માનવે કહ્યું અરે મારો આભાર નથી માનવો મને આશીર્વાદ આપો તમારી ઉંમર મોટી છે, એમ કહી તેનો આશીર્વાદ લઈને ત્યાંથી બંને નીકળી ગયા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.