આપણા ગુજરાત માં એક કહેવત છે લોભ ને થોભ ન હોય આજે આપણે આવા જ એક લોભી પ્રકૃતિ ના એક વેપારી ની વાત કરીશું ચંદુભાઈ ને મંડપ સર્વિસ નું કામ કાજ હતું અને સાથે સાથે તે સ્ટીલ તાંબા પીતળ અને ચાંદી ના વાસણ ભાડે આપતા.
ચંદુભાઈ એકદમ કંજૂસ માણસ હતો એક વાર ચંદુભાઈ ની દુકાન પર સાંજના સમયે એક ગ્રાહક સ્ટીલ ના વાસણ લેવા માટે આવ્યો. તેને થોડા વાસણ જ જોઈતા હતા જેથી ચંદુભાઈ એ તેની પાસેથી ડિપોઝિટ લીધા વિના જ ઉંચા ભાડા થી વાસણ આપી દીધા.
અને તે માણસ બીજા દિવસે સવાર સવાર માં વાસણ પરત પણ કરી ગયો આમ ને આમ તે માણસ બીજી વખત આવ્યો અને વાસણ લઇ ગયો અને જ્યારે પરત આપવા માટે આવ્યો ત્યારે તેમાં બે વાસણ વધારે આપી દીધા ચંદુભાઈ એ વાસણની ગણતરી કરતા તેમાં બે વાસણ વધારે હતા.
ત્યારે તેને ગ્રાહક ને કહ્યું કે તમે બે વાસણ તમારા ઘરના ભૂલ થી લાવ્યા છો ત્યારે તે ગ્રાહકે કહ્યું કે નહિ એ બંને વાસણ તમારા વાસણ ના સંતાનો થયા છે એટલે તમારે જ તેને રાખવા પડશે લોભી અને કંજૂસ ચંદુભાઈ એ બંને વાસણ તેની દુકાન માં રાખી દીધા.
અને આવું બે વાર થયું લોભી ચંદુભાઈ વિચારતો હતો કે બધા આવા મૂર્ખ ગ્રાહક મળી જાય તો એક વર્ષ માં મારે વાસણ રાખવા માટે એક નવું ગોડાઉન ખરીદવું પડશે.
થોડા સમય પછી તે ગ્રાહક આવ્યા અને ચંદુભાઈ ને કહ્યું કે આજે મારી દીકરી ની સગાઇ છે અને મારે વેવાઈ અને જમાઈ ને જમાડવા માટે ચાર જોડી ચાંદી ના વાસણ જોઈએ છે ચંદુભાઈ એ ચાંદી ના વાસણ નું ખુબ જ વધારે ભાડું કહ્યું પણ તે વ્યક્તિ ચાર જોડી ચાંદી ના વાસણ લઇ ને ગયો.
અને કહ્યું કે કાલે સવારે તમને પરત આપી જઈશ બીજા દિવસે સવારે ચંદુભાઈ તેની દુકાન ખોલી અને ચાંદી ના વાસણ પરત આવે તેની રાહ જોઈ રહ્યો હતો.